ફાધર્સ ડે ના દિવસે એની પટેલ જેણે પિતાને આપી છે ફાધર્સ ડેની એક અનોખી ભેટ

ફાધર્સ ડે ના દિવસે એની પટેલ જેણે પિતાને આપી છે ફાધર્સ ડેની એક અનોખી ભેટ

સુરત ના રહેવાસી રાજુભાઈ પટેલ ને 2017 થી લીવર ની તકલીફ હતી પેટમાં દુખાવાની અસહ્ય ફરિયાદથી તેમની મુશ્કેલીમાં દિવસે-દિવસે વધારો થયો લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ ન હતો પિતાની આ પીડા જોઈને રાજુભાઈ નો દીકરો એની પટેલ પિતાને લીવર આપવા માટે ક્ષણભરનો વિચાર કર્યા વિના જ તૈયાર થઈ ગયો.

લીવર આપવા માટે ૨૮ વર્ષનો એની તૈયાર તો થયો પરંતુ તેની સામે કેટલીક મુશ્કેલીઓ પણ હતી જેમાં એની નું વજન 97 હતું જે ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય ન હતુ. પિતાને લિવર આપી નવુ જીવન આપવાની તલબને કારણે એનીએ ત્રણ મહિનામાં ભુખ્યા રહીને આઠ કિલો વજન ઘટાડી ટ્રાન્સપ્લાન્ટ માટે પોતાના શરીરને તૈયાર કર્યુ.

૨૮ વર્ષના એની ના લગ્ન હજી બાકી છે પરંતુ તેમ છતાં લગ્ન સમયે કોઇ પ્રકારની શંકા-કુશંકા થશે કે કેમ તેનું કારણ પણ વિચાર પણ એની કર્યો નથી એટલું જ નહીં એની જ્યારે લિવર આપવા માટે તૈયાર થયો છે ત્યારે રાજુભાઇના મનમાં પણ આ હરખ સમાતો નથી

મોમાંથી કોડિયા ખવડાવી જે માતા-પિતા દીકરા-દીકરીને મોટા કર્યા હોય એ જ દીકરા દીકરી જો એની પટેલ ની જેમ માતા-પિતાના ખરાબ સમયમાં પડખે ઉભા રહે તો આનાથી મોટું સ્વર્ગ દુનિયામાં માતાપિતા માટે બીજું કોઈ ન હોઈ શકે