સ્પર્ધામાં ૯ જિલ્લાઓમાંથી ૭ જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ૧૧૬૩ જેટલાં કલાકારો એ ભાગ લીધો
ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ જેવી સ્પર્ધા થકી સરિતા ગાયકવાડ,અંકિતા રૈના, હરમિત દેસાઇ અને માનવ દેસાઇ જેવા ખેલાડીઓ ગુજરાતને મળ્યાં છે
-રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ
રાજપીપલામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ-ધાબા ગ્રાઉન્ડ ખાતે અને નવદુર્ગા હાઇસ્કુલમાં દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ ની દ્વિદિવસીય આ સ્પર્ધામાં ૯ જિલ્લાઓમાંથી ૧૧૬૩ જેટલાં કલાકારોએ રાસ, સુગમ સંગીત, તબલા, કથ્થક અને કુંચીપૂડી, લગ્ન ગીત અને ઓર્ગન જેવી વિવિધ ૭ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધોછે
જેમા ગુજરાતના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના મુખ્ય મહેમાનપદે અને ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીની ઉપસ્થિતમાં
પ્રદેશકક્ષાના કલા મહાકુંભ ની યોજાયેલી દ સ્પર્ધાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.
રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, સૌના જીવનમાં કલાનું અનેરૂં મહત્વ છે તેમજ વિવિધ કલાના માધ્યમથી ધ્યાન, ચોકસાઇ તેમજ એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થાય છે તેમણે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના પ્રયાસોના કારણે વર્ષ ૨૦૧૭ થી કલા મહાકુંભની શરૂઆત કરવામા આવી હતી, જેના થકી ગુજરાતના યુવાનોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાં અને તેમનાંમાં પડેલી ટેલેન્ટને બહાર લાવવા માટે સરકારશ્રીએ પ્રયાસો કર્યા છે.
આ પ્રસંગે ભરૂચના સંસદસભ્યશ મનસુખભાઇ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાને ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ જેવી રમતો થકી ખેલાડીઓ અને કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડ્યું છે, જેનો લાભ ખેલાડીઓ-કલાકારોએ લેવો જોઈએ.