જિલ્લામાં આજે સહિત કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૮૫૦ થઈ
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૬ દરદીઓને
આજે રજા અપાઇ
રાજપીપલા,તા 22
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજેપ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૫ સહિત કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૫૦૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૭૬ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૮૫૦ નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૬ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૬૬૪ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૨૫૮૦ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૧૨૯ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૬૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૨ અને વડોદરા ખાતે ૪૧ દરદીઓ સહિત કુલ-૨૬૭ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૯૦૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૯૨૫ સહિત કુલ-૧૫૨૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૨ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૮,૬૩૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૫ દરદીઓ, તાવના-૨૮ દરદીઓ, ઝાડાના ૩૧ દરદીઓ સહિત કુલ-૯૪ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૧૮૭૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૬૪૮૫ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા