નર્મદાના નાની બેડવાણ ગામેથી એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો.
એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો તથા
પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજનીડલો, એલોપેથીક મેડીકલ પ સાધન સામગ્રી સહિત કુલ્લે
રૂ. ૩૮૯૭૬/-ના મુદ્દામાલ સાથે તબીબની ધરપકડ કરતી એલસીબી નર્મદા પોલીસ.
રાજપીપલા, તા. 21
નર્મદાના દેડીયાપાડા તાલુકાના નાની બેડવાણ ગામેથી એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો છે.
જેમાં એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજનીડલો, એલોપેથીક મેડીકલ પ સાધન સામગ્રી સહિત કુલ્લે રૂ. ૩૮૯૭૬/-ના મુદ્દામાલ સાથે તબીબની ધરપકડ એલસીબી નર્મદા પોલીસે ધરપકડ કરી છે.
નર્મદા પોલીસ વડા હિમકરસિંહ માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં કોવીડ-૧૯ મહામારીના કપરા સમય દરમીયાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના મળતા એમ.બી ચૌહાણ, ઇ.ચા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ સ્ટાફના માણસો સાથે પી.એચ.સી ગોપાલીયાના ડો.ભાવીનભાઇ
કેશવભાઇ વસાવા ને સાથે રાખી નાની બેડવાણ, બજાર ફળીયું દેડીયાપાડા ખાતે દેવીસીંગભાઇ સુરજીભાઇ વસાવાના મકાનમાં બાતમી હકિકતના આધારે રેડ કરતા ભગીરથ ફની બીસ્વાસ (રહે. નાની બેડવાણ બજાર ફળીયું, મુળ રહે. જંગલથોરી થેર, તા- ખટીમાં જી- ઉધમસિંગ નગર,ઉત્તરાખંડ ) દવાખાનું ચલાવતો હોવાનું જણાઇ આવેલ.આ ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહિ આપતા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ- ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજનીડલો, એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લેરૂ ૩૮૯૭૬/ -ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી દેડીયાપાડા પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ,રાજપીપલા