ખેરાલુ-સિદ્ધપુર રોડ પર ડ્રાઈવરને ઝોકું આવી જતા જીપ ઝાડ સાથે અથડાઈ, 6ના મોત

ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા. અંધારામાં જ અકસ્માતને પગલે રોડ ચીચીયારીથીઓ ગુંજી ઉઠ્યો હતો. ખેરાલુના મલેકપુરથી મજૂરો જીપમાં સિધ્ધપુર જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ વડનગર ખસેડાયા હતા.