નર્મદા મા કોરોના વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ચાલુ રખાતા રોષ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોનું જડ વલણ

નર્મદા મા કોરોના
વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ચાલુ રખાતા રોષ

ગરમી અને કોરોનાને કારણે હાલ સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા ઘટી જવા પામી

આવનાર પ્રવાસીઓનો રેપીડ એન્ટીજન કોવિદ ટેસ્ટ કરાશે

જેનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે

વિરોધ પક્ષ કોંગ્રેસે તંત્રને આવેદન આપી વધતા જતા કેસો સામે સ્ટેચ્યુ હાલ પૂરતું બંધ રાખવા આવેદન આપ્યુંછે

રાજપીપલા, તા 19

નર્મદા મા કોરોના
વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ચાલુ રખાતા લોકો મા રોષ જોવા મળી રહ્યો છે. કોરોના ના કેસો વધવાથી સરકારે જાહેર કાર્યક્રમો, મેળાવડાઓ બંધ રાખ્યા છે. ત્યારે એક માત્ર સ્ટેચ્યુ કેમ ચાલુરાખ્યું છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે.
હાલ વધતી જતી ગરમી અને કોરોનાને કારણે હાલ સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા ઘટી જવા પામીછે

ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગેટ નંબર 5 ની બહાર રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા આરોગ્ય વિભાગ અત્રે આવનાર પ્રવાસીઓનો રેપીડ એન્ટીજન કોવિદ ટેસ્ટ કરશે ઉપરાંત થર્મલ ગન,પલ્સ ઓક્સીમીટરથી પણ ચેકીંગ કરવાનું નક્કી કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2020થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું ત્યારથી જ અત્રે ફરજીયાત માસ્ક સહિતના કોવિદ પ્રોટોકોલનું પાલન કરાવવામાં આવે છે.
અને તકેદારીનાં પગલાં લેવા તંત્ર કટિબદ્ધ છે.

જોકે સ્ટેચ્યુ પર જેનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે એમ જણાવ્યું છે. એટલે ઘણા પ્રવાસીઓ જતા ડરે છે હાલ ગરમી પણ વધારે હોવાથી અને કોરોનાને કારણે હાલ સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા ઘટી જવા પામી છે
જોકે અધિકારીઓ ના જણાવ્યા અનુસાર જે પ્રવાસી અગાઉથી જ ટેસ્ટ કરાવીને આવે તેમને થર્મલ ગન અને પલ્સ ઓક્સીમીટરથી તપાસીને જ પ્રવેશ અપાશે
જો કે બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસે તંત્રને આવેદન આપી કોરોના સંક્ર્મણ થી બચવાઅને વધતા જતા કેસો સામે સ્ટેચ્યુ હાલ પૂરતું બંધ રાખવા આવેદન આપ્યું છે ત્યારે તંત્ર એ સ્ટેચ્યુ ચાલુ રાખ્યું છે એ કેટલું યોગ્ય છે એવો પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
એક તરફ આવતીકાલ થી ચાર દિવસ માટે રાજપીપલા અને 3દિવસ માટે ડેડીયાપાડા બંધ રાખ્યું છે. બીજી તરફ સરકારે જાહેર કાર્યક્રમો, મેળાવડાઓ બંધ રાખ્યા છે. ત્યારે એક માત્ર સ્ટેચ્યુ કેમ ચાલુ રાખ્યું છે ?તે સવાલ લોકોમાં ઉઠ્યો છે. સાવચેતિ ના ભાગ રૂપે પણ સ્ટેચ્યુ બન્ધ કરવું જોઈએ એવો સુર વહેતો થયો છતાં તંત્ર ના જડ વલણ સામે પ્રજામાં રોષ ફેલાયો છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા