બન્ધ ના સમાચાર થી બજારમાં ખરીદી કરવા આજે માનવ કીડિયારું ઉભરાયું.

નર્મદા બ્રેકીંગ

આવતી કાલ 20તારીખ મંગળવાર થી ચાર દિવસ રાજપીલાના માટે બજારો બન્ધ રહેશે.

બન્ધ ના સમાચાર થી બજારમાં ખરીદી કરવા આજે માનવ કીડિયારું ઉભરાયું.

પેટ્રોલ પંમ્પ સહીત બેંકોમાં ભારે ભીડ
કોરોના સંક્ર્મણથી બચવા રાજપીલા બંધ કરાઈ રહ્યું છે ત્યારે પબ્લિક જ઼ ભીડ મા ટોળે વળી સંક્ર્મણ ફેલાવી રહી છે !

કોરોનમાં વધતા જતા કેસો ચિંતાનો વિષય
રાજપીપલા, તા 19

આવતી કાલ 20તારીખ મંગળવાર થી ચાર દિવસ માટે ફરી એક રાજપીલાના બજારો બન્ધ રહેશે. કોરોના ના વધતા જતા કેસો અટકાવવા અને કોરોનાની ચેઇન તોડવા વેપારીઓ અને તંત્રએ નિર્ણય લીધો છે. ત્યારે 20મીથી બજારો બન્ધ રહેવાના અહેવાલથી આજે રાજપીપલા મા આમ જનતા ખરીદી કરવા તૂટી પડી હતી. બજારો, બેંકો અને અને દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. રસ્તા પર પણ વાહનોનીભારે ભીડ જણાઈ હતી.
બન્ધ ના સમાચાર થી બજારમાં ખરીદી કરવા આજે માનવ કીડિયારું ઉભરાયુંહતું
પેટ્રોલ પંમ્પ સહીત બેંકોમાં ભારે ભીડ જામી હતી.
કોરોના સંક્ર્મણથી બચવા આવતી કાલથી રાજપીલા બંધ કરાઈ રહ્યું છે ત્યારે પબ્લિક જ઼ ભીડ મા ટોળે વળી સંક્ર્મણ ફેલાવતી જણાતી હતી. જે બીક થી બચવા બજારો બંધ કરાઈ રહ્યા છે તેજ બીક આજે ભારે ભીડ મા જોવા મળીહતી.

થોડા દિવસ પહેલા રાજપીપલા શહેર ના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇહતી એ બેઠક માં મંગળવાર થી શુક્રવાર સુધી રાજપીપલા નું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યોહતો.
કોરોના નું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથીઆ નિર્ણય લેવાયો છે
કોરોના ની ચેઇન તોડવા માટે 4 દિવસ રાજપીપલા નું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

24 એપ્રિલ ના રોજ ફરી બેઠક યોજવામાં આવશે જેમાં આવનારા દિવસો માટે નિર્ણય લેવામાં આવશે. હવે એ જોવું રહ્યું કે ચાર દિવસ આ બંધ ને કેવી સફળતા મળે છે.

નર્મદામાં કોરોનાના વકરતા જતા કેસને કારણે રાજપીપળા ની જેમ હવે ડેડીયાપાડા પણ ચાર દિવસ બજાર બંધ રાખવા નો નિર્ણય લેવાતા સોમવારે બજારો બંધ રહ્યા હતા.
ડેડીયાપાડામા
પણ સોમવારથી ચાર દિવસ માટે બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા