*નાગા બાવાના વેશમાં લૂંટારૂ આશિર્વાદ આપવાના બહાને સોનાની ચેઇનને લૂંટીને ફરાર*

વડોદરા શહેરના તરસાલી સોમા તળાવ રિંગ રોડ ઉપર દંપતિ ઉભું હતું. તે સમયે કારમાં આવેલી લૂંટારૂ ટોળકી પૈકી નાગા બાવાએ પત્ની સાથે ઉભા રહેલા વ્યક્તિને આશિર્વાદ આપવાના નામે બોલાવ્યો હતો. કાર પાસે આશિર્વાદ લેવા માટે આવેલા વ્યક્તિએ પહેરેલી સોનાની ચેઇનની લૂંટ ચલાવી લૂંટારૂ ટોળકી ફરાર થઇ ગયા હતા.