*ભાજપ અને સંઘ અનામતને ખત્મ કરવાનું ષડયંત્ર રચી રહી છે*

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજવ સાતવે અનામત મુદ્દે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, ભાજપ અને સંઘ અનામતને ખતમ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. જેની સામે કોંગ્રેસ દેશભરમાં આંદોલન કરશે. તેમણે કહ્યુ કે, ભાજપ ઓબીસી, એસટી, એસસી વર્ગના લોકો સાથે અન્યાય કરી રહી છે. ભાજપ દ્વારા ઉત્તરાખંડની કોર્ટમાં જે દલીલ કરવામાં આવી છે. તેનાથી હવે સ્પષ્ટ થાય છે ભાજપ અનામતને નાબુદ કરવાની કોશિશ કરી રહ્યુ છે.