રાજપીપળામાં લગ્ન સમારોહમાં અને જાહેરમાં નીકળતા વરઘોડાઓમા માસ્ક વગર ફરતા જાનૈયાઓ કોરોના સંક્રમણ વધારવા માટે જવાબદાર !
વરઘોડા અને જમણવારમા રીતસરના સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.
પોલીસની ગેરહાજરી!
સામાન્ય લોકોને દંડ લેતી પોલીસ લગ્ન સમારંભોમા માસ્ક વગરના ને દંડ કેમ કરતી નથી!
કોરોનાના વધતા જતા કેસો સામે જાહેરમાં વરઘોડો કાઢવાની પરવાનગી કોણ આપે છે ?
તંત્રની બેજવાબદાર નીતિ સામે પ્રજામાં રોષ.
રાજપીપળા,તા.8
રાજપીપળામાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં ગત સપ્તાહમાં ત્રણના મોત પણ થઇ ચૂક્યા છે.રોજના ૨૦ થી વધુ નવા કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ રાજપીપળામાં રોજે-રોજ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજપીપળામાં કોરોના ના વધતા જતા કેસો ચિંતાનો વિષય બન્યા છે.
ત્યારે એક તરફ આરોગ્યતંત્ર,નગર પાલિકા અને પોલીસ તંત્ર માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા કડક સુચના આપે છે.અને દંડ પણ કરે છે તો બીજી તરફ રાજપીપળા સહિત નર્મદામાં લગ્ન પ્રસંગોની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. જેમાં ખાસ કરીને જમણવાર અને વરઘોડાના પ્રસંગોમાં કોવિડ 19 ના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 7 મી એપ્રિલના રોજ રાત્રે 12 વાગે સંતોષ ચાર રસ્તા પરથી જાહેરમાં નાચગાન બેન્ડવાજા સાથે બેરોકટોક વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો.
જેમાં મોટાભાગની મહિલાઓ સહિત જાનૈયાને માસ્ક વગરના ટોડા ચિંતા ઉપજાવે તેવા હતા. કોઈપણ જાતના સોસીયલ ડિસ્ટન્સ રાખ્યા વગર જાહેરમાં વરઘોડામાં નીકળેલા વરઘોડાને જોવા લોકોના ટોળા રોડની આજુબાજુમાં ભેગા થતા હતા.જે પણ કોરોના સ્પ્રેડ કરવા માટે જવાબદાર બન્યા હતા.ત્યારે આશ્ચર્યની વાત એ હતી કે આવા જાહેર વરઘોડા માટે મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે પગલાં લેવા પોલીસ ક્યાં ગઈ હતી ? કેમ એકને પણ દંડ કર્યો નહીં ? કેમ એમની સામે કોવિડના જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ પોલીસે ધરી નહીં. રાજપીપળામાં માત્ર ઓટલા પર બેસેલા માસ્ક વગરના લોકોને પોલીસ ગલીમાં જઈને 1000 રૂપિયાનો દંડ ફટકારતી હોય તો આવા લગ્ન પ્રસંગમાં જાહેર મેળાવડાઓમાં મારા વગર ફરતા લોકોને દંડ કેમ નથી ફટકારતી ? પ્રજા સાથે વહાલા-દવલાની નીતિ પોલીસ કેમ અપનાવે છે.તે લોકો ચર્ચાનો વિષય બન્યો છે.તો આવા કોરોના સંક્રમણ ફેલાવતા જાહેર વરઘોડા કાઢવાની પરવાનગી કોણ આપે છે ?બે દિવસ પહેલા વડિયા ગામમાં પ્રાથમિક સ્કૂલ પાસે લગ્નના જમણવારમાં માનવ કિડીયારૂ ઉભરાયું હતું. ત્યાં પણ મોટાભાગના લોકો માસ્ક વગર દેખાતા હતા અને સોશિઅલ ડિસ્ટન્સીન્ગ જેવું તો કશું હતું જ નહીં. ત્યારે ત્યાં પણ પોલીસ ક્યાં ગઈ હતી અહીં જાહેરનામા ભંગ સામે માત્ર વગરના લોકો સામે પોલીસે દંડ કેમ ના વસૂલ્યો ? જવાબદારો સામે તંત્ર પગલા લે તેવી જનતાની માંગ છે. નહીંતર રાજપીપળામાં કોરોના નો વિસ્ફોટ થાય તો નવાઈ નહીં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા આ દિશામાં ગંભીરતાથી કડક પગલા લે તેવી પ્રજા માંગ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા