રાજપીપલા મા પોલીસ ની દાદાગિરી..
શહેરમા માસ્ક વગર ફરો તો કાંઈ નહિ પરંતુ જો પોતાના ઘર ના ઓટલા પર બેઠા તો 1000 રૂપિયા દંડ
કાછીયાવાડ વિસ્તારમાં
પોલીસ અને રહીશો વચ્ચે તું તું મૈં મૈં..
પોલીસે ખુદે સોસીયલ ડિસ્ટન્સ ના જાળવ્યું !
પ્રજાના સ્કૂટર પર મેમો બુક મૂકીને મેમો દંડ રસીદ ફાડતી પોલીસ !
રાજપીપલા, તા 8
લ્યો કરો વાત હવે રાજપીપલા મા ઘરના ઓટલા પર પણ માસ્ક વગર બેસી શકાશે નહીં. કારણ રાજપીપલા પોલીસે માસ્ક વગર ફરતા લોકોને 1000રૂ દંડ કરવાનું શરૂ કર્યું છે. માસ્ક વગર દેખાય એને પકડો અને દંડ કરો. એ નીતિ સાથે રાજપીપલા મા પોલીસ ની દાદાગિરી વધતી જોવા મળી છે.
રાજપીપલા શહેર માં માસ્ક વગર ફરો તો કાંઈ નહિ પરંતુ જો પોતાના ઘર ના ઓટલા પર બેઠા તો 1000 રૂપિયા દંડજરૂર ફટકારશે. માટે હવે ઘરના ઓટલા પર પણ માસ્ક વગર બહાર નીકળ્યા તો તમારી ખેર નથી.
આ ઘટના રાજપીપલા
કાછીયાવાડ વિસ્તાર ના કપિલ પટેલ પોતાના ઘર ના ઓટલા પર બેસી વાત કરતાં હતાં અને પોલીસ આવી ને 1000 નો દંડ કરી પાવતી ફાડી પૈસા દાદાગીરી થી લઈ જતા રહ્યા.જોકે આ વાત થી ડઘાઈ ગયેલા લોકો રોષે ભરાયા હતા. અને પોલીસ અને રહીશો વચ્ચે તું તું મૈં મૈં થઈ હતી.
આ ઘટના બની ત્યારે પોલીસે ખુદે સોસીયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું. અને પ્રજાના સ્કૂટર પર મેમો બુક મૂકીને મેમો દંડ રસીદ પોલીસ ફાડતી નજરે પડી હતી. ત્યારે આ પોલીસ કર્મીઓ સામે કેમ પગલાં લેવાતા નથી ?શું કાયદો માત્ર પ્રજા માટે જ છે ?
જોકે કોરોના ના કેસો વધતા હોઈ માસ્ક પહેરવું જરૂરી છે. પોલીસે ને દન્ડ કરવાનો અધિકાર પણ છે પણ આડેધડ કરવો કેટલો યોગ્ય છે ? પણ શહેર ના ભરચક વિસ્તર માં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતા અને હવે મોહલ્લા માં આવી લોકો પાસે 1000 રૂપિયા નો દન્ડ વસુંલ કરે એ કેટલું વ્યાજબીછે ?એ પ્રશ્નો રહીશોમાં છેડે ચોક ચર્ચાયો હતો.
રાજપીપલા શાક માર્કેટ મા કોઈ પણ જાતના સોસીયલ ડિસ્ટન્સ વગર અને વેપારીઓ અને લોકો ખુલ્લેઆમ માસ્ક વગરરોજ ફરતાહોય છે ત્યાં પોલીસ કેમ દેખાતી નથી. બરોડા બેન્ક અને અન્ય બેંકો મા માનવ કીડિયારું ઉભરાય છે. સોસીયલ ડિસ્ટન્સ ના રીતસર ના ધજાગરા ઉડે છે ઘણાએ માસ્ક પણ નથી પહેર્યા હોતા ત્યારે પોલીસ ક્યાં ગાયબ થઈ જાય છે ?ત્યાં કેમ કોઈ દંડ વસુલ કરતી નથી. વહેલી સવારે શાક માર્કેટ મા જઈ આવજો. કેટલી ભીડછે તે દ્રશ્ય સમજાઈ જશે ?મોટાં ભાગની દુકાનોમા મોટાં ભાગે ગ્રાહકો ભીડ મા ખરીદી કરે છે. ત્યાં ખુદ વેપારીઓ માસ્ક નથી પહેરતા, નિયમ પ્રમાણે હાથના ગ્લવઝ પણ નથી પહેરતા. કોરોના સંક્ર્મણ માટે ખુલ્લેઆમ જાહેરનામા નો ભન્ગ થાય છે. ત્યારે પોલીસ ત્યાં કેમ કોઈ પગલાં લેતી નથી. ગઈ કાલે વડિયા ખાતે સ્કુલ પાસે લગ્ન પ્રસન્ગ ના જમણવાર કાર્યક્રમમા ઉમટેલી ભીડ જોઈએ
ને કોરોના તો થાય જ એવી ગઁભીર ભીડ વાળી સ્થતિમા ત્યારે પોલીસ ક્યાં હતી.ત્યાં કોઈને કેમ દંડ ના કર્યો ?
નિયમ બધા માટે સરખો હોવો જોઈએ. એક ને ગોળ અને એકને ખોળ આપે યોગ્ય નથી.
અરે કેટલાક તો હોમ આઇસોલેશન માપોઝીટીવ દર્દ્દીઓ ને 14દિવસ માટે ઘરની બહાર નીકળવાની મનાઈ હોવા છતાં કેટલાક લોકો બિન્દાસ્તબહાર ફરીને પોતાનું કામ પતાવી ને ઘરે આવી જાય છે. જાહેરનામાનો ભન્ગ કરે છે છતાં પોલીસ કેમ કોઈ પગલાં લેતી નથી. ?પહેલા હોમ આઇસોલેશન વાળા દર્દીના ઘરે પોલીસ બહાર બેસતી હતી. જેથી આવા દર્દી બહાર ન જઈ શકે. પણ હવે આવી કોઈ પોલીસ મુકાતી નથી તેથી કોરોના ના કેસો વધી રહ્યા છે. ત્યારે પોલીસ સંયમ વર્તીને બધા સાથે સરખો ન્યાય આપે એ જરૂરી છે.
જોકે સામાન્ય નાગરિક માટે 1000/-નો દંડ આકરો કહેવાય. સામાન્ય ગરીબ લોકોને ન પોસાય. ત્યારે દંડ કરવાને બદલે માસ્ક આપવા જોઈએ. બજાર મા માસ્ક વિના મુલ્યે મળતા થવા જોઈએ અથવા નજીવી કિંમતે માસ્ક મળતા થાય તોકોરોનાની મોટી સેવા કરી કહેવાશે. આમ જનતાએ પણ કોરોનાથી ડરી ને બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરવા જોઈએ એ પણ એટલુંજ જરૂરી છે. આ ફરજ માત્ર પોલીસ કે તંત્રની નથી પ્રજાની પણ એટલીજ ફરજ છે. પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર કડકાઈ કરવાને બદલે લોકોમાં કોરોનનું સંક્ર્મણ કેવી રીતે ઘટી શકે તે માટે લોક જાગૃતિ ના પ્રયાસો હાથ ધરવા વધુ યોગ્ય ગણાશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા