*વેલેન્ટાઈન ડે પર બજરંગદળનો હોબાળો, પાર્કમાં બેઠેલા કપલના લગ્ન કરાવી નાખ્યા*

ઝારખંડની રાજધાની રાંચીમાં વેલેન્ટાઈન ડેના અવસરે બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીઓ પર તૂટી પડ્યા હતા.બજરંગ દળના કાર્યકર્તાઓએ પાર્કમાં જઈ હોબાળો કર્યો હતો. બજરંગદળના કાર્યકર્તાઓ જયશ્રી રામના નારા લગાવતા પાર્કમાં ઘૂસી આવ્યા અને પ્રેમથી બેસેલા કપલ્સને જબરદસ્તી બહાર હાંકી કાઢવા લાગ્યા, એટલું જ નહી. એક કપલ્સના તો લગ્ન પણ કરાવી નાખ્યા.બજરંગદળના કાર્યકર્તાઓએ જબરદસ્તી પ્રેમી જોડાઓનો ફોન છીનવી લીધા અને તેમના ઘરવાળાઓને ફોન કર્યા. સાથે ફરી વાર પાર્કમાં નહીં આવવાની ધમકી પણ આપી.જ્યારે આ વાતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી બજરંગના કાર્યકર્તાઓ અને પ્રેમી કપલ્સની ધરપકડ કરી.આ બાજુ જમશેદપુરના જૂબલી પાર્કમાં પણ બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસૈનિકોએ પ્રેમી કપલ્સ વિરુદ્ધ પાર્કમાં જઈ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો.બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમી કપલ્સને પકડવા માટે પાછળ દોડ્યા પણ પ્રેમી કપલ્સ પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા.