*ગુજરાતમાં હવે ડુંગળી કિસાનોને રડાવી રહી છે ૧૨૦૦માં વેચાતી કસ્તુરી ૪૦૦માં વેચાઇ રહી છે*

ભાવનગર: થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકોને રડાવી રહી છે. ૧૨૦૦ રૂપિયે મણ વેચાતી ડુંગળી હાલ ૩૦૦થી ૪૦૦ રૂપિયે મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાતના પગલે ડુંગળીના ભાવોમાં થયેલો ઘટાડો હાલ ખેડૂતો માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.