*નારાયણ મૂર્તિના જમાઈ રિશી સુનક નિમાયા બ્રિટનના નવા નાણાં પ્રધાન*

બેંગલુરુ/લંડન બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને એમના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો કર્યા છે અને ભારતીય મૂળના રિશી સુનકને નાણાં પ્રધાન બનાવ્યા છે.રિશી સુનક જગવિખ્યાત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છેરિશી સુનક બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. તેઓ પાકિસ્તાની મૂળના નાણાં પ્રધાન સાજિદ જાવિદના અનુગામી બન્યા છે. જાવિદને બ્રેક્ઝિટ મામલે વડા પ્રધાન જોન્સન સાથે મતભેદ થયા છે અને એમણે પોતે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે