દાનવીરોની મહેનત રંગ લાવી,
ધેર્યરાજના ખાતામાં 15.50 કરોડ રૂપિયા જમા થયા ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે.
આજે 26માં દિવસે ધેર્યરાજના ખાતામાં 15.50 કરોડ રૂપિયા આવી ગયા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. જેની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે. લોકો આ બાળકની મદદે આવે તેવા હેતુથી ચેનલ આઈ વિટનેસ દ્વારા મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો…આ કારણે 26માં દિવસે ધૈર્યરાજના ખાતામાં ઓનલાઇન 15.50 કરોડથી પણ વધુ માતબર રકમ લોકો દ્વારા દાન પેટે આપવામાં આવી ચૂકી છે. હવે માત્રને માત્ર 50 લાખ રૂપિયાની જરૂર છે.મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં ત્રણ માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો છે. આ કારણે હવે એ દિવસ દૂર નથી જ્યારે ધેર્યરાજની સારવાર થઇ શકશે અને તેનો જીવ પણ બચી જશે.