🍚🍜☕🥃🫕
નવજીવન ચેરીટેબલ ટૃસ્ટ સંચાલિત ડૉ.હરિ કૃષ્ણ ડાહ્યાભાઈ સવામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલડ, અમદાવાદ તરફથી કોરોનાકાળમા જયારે શાળા ઓ બંધ છે ત્યારે છેલ્લા ૮મહિના થી મનોદિવ્યાગ વિદ્યાર્થીઓ
ને ઓનલાઇન શિક્ષણ અને તાલીમ વિવિધ કાર્યક્રમો યોજી ને આપવા માં આવે છે. નવા વષૅના સ્વાગત ના ભાગ રૂપે આજરોજ લાયન્સકલબ ઓફ સંવેદના ના સહકાર થી એક અનોખોકાયૅક્મ ” વરચ્ચુઅલ ડબ્બા ઊજાણી ” ઓનલાઈન યોજવામા આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઘરે થી ઓનલાઇન જોડાયેલા ૩૦ જેટલા વિદ્યાર્થીઓ ઓએ પોતાના ઘરને ડેકોરેટ કરી, લાલરંગના કપડાં પહેરી,વાલીઓ સહ જોડાયા હતા. શરીર ની તંદુરસ્તી માટે યોઞા જરૂરી છે. એ મેસેજ આપવા સૌપ્રથમ યોગા કરાવામાં આવ્યા.ત્યારબાદ મનોરંજન ના ભાગ રૂપે બાળકો જોડે ડાન્સ કરાવવામાં આવ્યો. ત્યારબાદ નિયમ મુજબ વાલીની મદદથી બાળકો બનાવેલ વાનગી ઓ નુ વર્ણન વારાફરતી બાળકો એ કર્યુ
હતું. જેમાં ફાફડા, સમોસા, પુલાવ, ઉપમા, ચીપ્સ, ચા-કોફી, કચોરી, મમરાની ચટપટી, લીબુશરબત, ચીઝ, સેન્ડવીચ,બટાકાપૌઆ,ભજીયાં,ભેળ,પાણી પુરી, જેવી વાનગીઓ રજૂ કરવા માં આવી હતી.આજે અગિયારસ હોઈ અમુક બાળકો કાતરી,વેફર ,ફરાળી મનચયુરન પણ લાવ્યા હતા. વર્ણન કર્યા
બાદ વિદ્યાર્થીઓ એ ઘરે જ એમની ફેમીલીસહ વાનગી ને આરોઞી હતી.જયારે શિક્ષણઞણે શાળા માં મોનેકોટોપીગ બનાવી ને આરોગી હતી. આ નઝારો ઓનલાઈન સ્ક્રીન પર જોતા લાગતુ હતું કે સાચેજ બધા ભેગા મળી જાણે ડબ્બા ઉજાણી કરી રહ્યા છે અને જુદા જુદા ભોજન નો આસ્વાદ માણી રહ્યા છે. ઓનલાઈન માં વાનગી શેર ન કરી શકયા પણ જાતે બનાવેલ વાનગી ઘરે જ બેસી સામુહિક ભોજન લીઘું હોય એવો અનુભવ, ભાગ લેનાર સૌને થયો. કલબના સભ્ય અને કાર્યક્રમ ના સંચાલક શ્રી અમૃતા બેન તરફથી શ્રેષ્ઠ વાનગી,શ્રેષ્ઠ ડેકોરેશન,શ્રેષ્ઠ ડાન્સ ને ઈનામ આપવા માં આવ્યા હતા.
સૌ પ્રથમ વાર કદાચ ઓનલાઈન”ડબ્બા ઊજાણી” નો અમારો આ કાર્યક્રમ યોજાયો હશે સમગ્ર દુનિયા માં….. એવું માની લઈ ખુબજ ખુશમને અમે પ્રોગ્રામ નુ સમાપન સૌનો આભાર માનીને કર્યુ હતું
લી. નિલેશ પંચાલ (સંચાલકશ્રી)
મો.૯૮૨૪૨૬૩૬૦૮