નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૧૬૨, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૫૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૨૮૭ થઈ
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૦ દરદીઓને આજે રજા અપાઇ
રાજપીપલા,તા2 COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૦૨ જી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૧૬૨, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૫૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૨૮૭ નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૦ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૨૨૮ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૨૧૪૪ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૭૪ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૩ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૯, સુરત ખાતે ૦૩ અને વડોદરા ખાતે ૧૧ દરદીઓ સહિત કુલ-૧૪૦ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૭૭ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૫૨ સહિત કુલ-૭૨૯ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૦૨ જી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૦,૯૭૪ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૮ દરદઓ, તાવના ૧૯ દરદીઓ, ઝાડાના ૨૩ દરદીઓ સહિત કુલ-૬૦ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૧૨૬૦ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૦૪,૨૮૦ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા