રાજપીપળા કાળીભોઈ પાસે જુગારની રેડ, પાંચ ઝડપાયા.

રાજપીપળા,તા.2
રાજપીપળા કાળીભોઈ પાસે જુગારની રેડમાં પાંચ ઈસમો ઝડપાયા છે .રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદી અહેકો કિરણભાઈ રતિલાલ એલસીબી નર્મદાએ આરોપી પ્રકાશભાઈ રજનીકાંત માછી, હિતેશભાઈ જેન્તીભાઈ માછી, પિયુષભાઈ ગોપાલભાઈ માછી, વસંતભાઈ ડાહ્યાભાઈ માછી,પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ માછી તમામ (રહે,નવા ફળિયા,રાજપીપળા )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીઓ રાજપીપળા કાળીભોઈ આરાપીર દરગાહ નજીકમાં આવાવરૂ જગ્યાએ ગેરકાયદેસર પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા ત્યારે દાવ પર રૂ. 1230 /- અંગજડતીના રો. રૂ. 9620/- તથા મોબાઇલ નં.3 ની કિં. રૂ.5500/- તથા મોટરસાયકલ નંગ.3 કિ.રૂ. 60000/- મળી કુલ કિ. રૂ.76350/- મુદ્દામાલ સાથે પકડાઈ જાય ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા