ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢનાં સાંસદ તથા બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા (એક જાતનું બ્લડ કેન્સર) થયું છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી મુંબઈમાં સારવાર કરાવે છે. ચંદીગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ અરુણ સૂદે આ અંગેની માહિતી આપી હતી..સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સમાં આ વાત કહી.બુધવાર, 31 માર્ચના રોજ ચંદીગઢમાં અરુણ સૂદે સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે 68 વર્ષીય કિરણ ખેરની બીમારી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષથી તેઓ મુંબઈમાં કેન્સરની સારવાર કરાવે છે.
નવેમ્બરમાં ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું
અરુણ સૂદે કહ્યું હતું, ‘ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ કિરણ ખેરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યાર બાદ તેમને ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર લઈ જવામાં આવ્યાં હતાં. અહીં તેમને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કેન્સર ડાબા હાથથી લઈ જમણા ખભા સુધી પ્રસરી ગયું છે. તેઓ ચાર ડિસેમ્બરના રોજ મુંબઈ ગયાં હતાં.’
રિકવર થઈ રહ્યાં છે વધુમાં અરુણ સૂદે કહ્યું હતું, ‘તાજેતરના રિપોર્ટ્સ પ્રમાણે, તેમની તબિયત સુધારા પર છે. તેઓ છેલ્લા ચાર મહિનાથી કેન્સરની સારવાર લઈ રહ્યાં છે. જોકે હાલમાં તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ નથી, પરંતુ તેમણે સારવાર માટે નિયમિત રીતે હોસ્પિટલ જવું પડે છે