*માંડવી દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનો આરંભ*

સહેલાણીઓને અનેરા આનંદની અનુભૂતિ કરાવશેકચ્છના રમણીય માંડવી દરિયા કિનારે સીએમ વિજય રૂપાણીના હસ્તે બીચ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો છે. માંડવી બીચ પર ટેન્ટ સીટી ઉભી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધિવત હવામાં ગુબ્બારા છોડી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. માંડવી બીચ પર દરરોજ હજારો પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓ માટે 50 ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે.બીચ ફેસ્ટિવલ દરમિયાન અહીં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત ફૂડ સ્ટોલ, ક્રાફટ સ્ટોલ, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી, કેમલ રાઈડ, પેરાશૂટ સહિત એડવેન્ચર પ્રવૃત્તિઓ સહેલાણીઓને અનેરા આનંદની અનુભૂતિ કરાવશે. ઓરિસ્સાના કોનાર્કમાં તાજેતરમાં બીચ ફેસ્ટિવલ યોજાયો હતો.