રોકડ તથા અન્ય મુદ્દામાલ સહીત કિ.રૂ.૭૬,૩૫૦/- સાથે4 ની ધરપકડ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ

રાજપીપલા કાળીભોઇ વિસ્તાર માં જુગારની રેડ

રાજપીપીળા, તા 30

રાજપીપલા ટાઉન વિસ્તારના અવાવરૂ જગ્યા ઉપર પત્તાપાનાનો જુગાર
રમતા ચાર જુગારીયોને રોકડ તથા અન્ય મુદ્દામાલ કિ.રૂ.૭૬,૩૫૦/- સાથે
જુગારએલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે

નર્મદા જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી
દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને
નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને
માર્ગદશન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ
ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ
જીલ્લાના પ્રોહીજુગારની ગેરકાયદેસર બદી નાબુદ કરવા વોચ તેમજ બાતમી મેળવવાની સુચના
અનુસંધાને અ.હે.કો. કિરણભાઇ રતિલાલ બ તથા આ.હે.કો. રાકેશ કેદારનાથને સંયુક્ત બાતમી મળેલ કે રાજપીપલા ટાઉન વિસ્તારના કાળીભોઇ આરાપીર દરગાહ
નજીકના અવાવરૂ જગ્યા ઉપર કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ
હોવાની ચોક્કસ બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની
રેઇડ કરતા ચાર ઇસમો નામે (૧) પ્રકાશભાઇ રજનીકાંત માછી (ર) હિતેશભાઇ જયંતીભાઇ માછી
(૩) પિયુષભાઇ ગોપાલભાઇ માછી (૪) વસંતભાઇ ડાહ્યાભાઇ માછી (તમામ રહે. નવાફળીયા,
રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાના)ને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા
દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૧૦,૮૫૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૫,૫૦૦/-
તથા મો.સા.-૩ કિ.રૂ. ૬૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ. ૭૬,૩૫૦/-ના મુદ્દામાલ સાથેઆરોપીઓને ઝડપી પડેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધમાં રાજપીપલા પોલીસે . જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર
કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા