ર
ાજપીપલા, તા 30
નર્મદા જિલ્લા માં ગરમીનો પારો ક્રમશઃ વધતો જઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને પશુ પક્ષીઓની હાલત દયનિય બની છે. ત્યારે
તિલકવાડામાં કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
“GSPCA ” ટીમના સદસ્ય નીરવ તડવી તેમજ તુષાર તડવી દ્વારા વિનામૂલ્યે પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કર્યું હતું .જેમાં ગામના યુવાન સરપંચ અરુણ તડવી તેમજ તિલકવાળા PSI વસાવા પણ કુંડા વિતરણ કાર્ય માં જોડાયા હતા.સરપંચ અરુણ તડવી દ્વારા ગામ ના નાગરિકો ને અપીલ કરતા જણાવ્યું હતું કે આપણી આજુબાજુ વિસરતા દરેક પક્ષીઓ પ્રકૃતિ નો એક ભાગ છે . આવનાર પેઢી માટે તેનું જતન કરવું ખુબ જરૂરી છે. આનું જતન કરવામાં નહી આવે તો આવા પક્ષીઓ ફક્ત તસવીરોમાજ દેખાવા મળશે.જેથી કરી આપ સૌ પોતાના ઘરે પક્ષીઓ માટે પાણી નું વાસણ મુકી ઉમદા સેવા કાર્ય માં મદદરૂપ થવાં અનુરોધ કર્યો હતો
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા