*અમૂલના ચેરમેન રામસિંહ પરમારનો રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો સરકારથી છે નારાજ*

અમૂલના ચેરમેન રામસિંહ પરમારા રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે તે પહેલા તેઓ સંગઠન અને સરકારથી નારાજ હોવાનું મનાય છે. તેમણે નિવેદન આપ્યું છે કે, હવે તેઓ નિવૃત જીવન જીવે છે અને રાજકારણમાંથી નિવૃત થવાનો વિચાર ખોટો નથી. તેમણે વધુમાં જણાવ્યું છે કે અમૂલએ સહકારી ક્ષેત્ર છે તે રાજકીય હોદ્દો નથી. આમ તેમણે રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. રામસિંહ પરમાર એક સમયે કોંગ્રેસના કદાવર નેતા ગણાતા હતા. જેઓએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો છે. સહકારી ક્ષેત્રમાં મધ્ય ગુજરાતમાં રામસિંહ પરમારનું વર્ચસ્વ છે.