રાંડ્યા પછી ભાજપને ડહાપણ આવ્યું અમિત શાહ બોલ્યા કે ચૂંટણીમાં ગોળી મારવાની વાત કરવી તે યોગ્ય નથી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામના બે દિવસ બાદ ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન આવ્યું છે. એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, કેટલાય પક્ષો માટે ચૂંટણી સરકાર બનાવવા અને પાડવા માટે હોય છે. પણ ભાજપ એક વિચારધારા આધારિત પાર્ટી છે. અમારા માટે ચૂંટણી અમારી વિચારધારાને આગળ વધારવા માટેની છે. અમે ફક્ત હાર કે જીત માટે ચૂંટણી નથી લડતા.ગૃહ મંત્રી અમિત શાહે ભાર આપીને જણાવ્યુ હતું કે, ચૂંટણીમાં ગોળી મારવાની વાત કરવી યોગ્ય નથી, પણ સાથે સાથે ડંડા મારવાની વાત કરવી તે પણ યોગ્ય નથી. આજે પણ એ જ મુદ્દો છે કે, કોઈનો પણ વિરોધ કઈ રીતે કરવો.