આજના મુખ્ય સમાચારો*
*dete*
3️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*એક કન્યા સાથે લગ્ન કરવા પહોંચ્યા સાત વરરાજા*
‘એક અનાર 100 બીમાર’ કહેવતને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ભોપાલમાં શગુન જન કલ્યાણ સેવા સમિતિ નામની સંસ્થાએ લોકોના લગ્ન કરાવવાના નામ પર લાખોની છેતરપિંડી કરી છે. સમિતિએ સાત વરરાજાને એક જ દિવસે એટલે કે 25 માર્ચના લગ્ન કરાવવાનો વાયદો કર્યો હતો. સંસ્થા ગરીબ છોકરીઓના લગ્ન કરાવવાના બહાને છેતરપિંડી કરતી હતી. આ ષડયંત્રમાં છોકરીને પણ છોકરાઓ બતાવવામાં આવતા હતા. આ માટે સંસ્થા છોકરાવાળાઓ પાસેથી 20,000 રૂપિયા પણ વસૂલતી હતી. જ્યારે વાત લગ્ન સુધી પહોંચતી ત્યારે તેઓ છોકરાના પરિવારવાળાઓને કહી દેતા કે છોકરીએ લગ્ન માટે ના કહી દીધી છે
********
*કચ્છમાં ભૂકંપ*
કચ્છમાં ભૂકંપ: દુધઈથી 12 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ, રિક્ટર સ્કેલ ઉપર 2.8ની તીવ્રતા નોંધાઈ. વાગડ ફોલ્ટલાઈન સક્રિય થતા ભૂકંપના આંચકા આવ્યા
******
*પરિવર્તન પેનલનું કમળ કરમાયું*
પરિવર્તન પેનલના આઠેય ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી.
ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સહકાર પેનલ સામે પરિવર્તન પેનલની કરારી હાર થઈ છે. ચૂંટણીમાં કુલ 1731 મતદાન થયું હતું. જેમાંથી 156 મત ઈનવેલિડ થયા હતાં જ્યારે 1575 મત વેલિડ થયા હતા સહકાર પેનલ વિજેતા થતા સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો
*******
*ઘરના ભૂવા ઘરના ડાકલા*
*ગુજરાતમાં ધૂળેટી પર પ્રતિબંધ પણ SOU પર હજારો લોકોને ભેગા થવાની પરમીશન*
હાલ મેગાસીટીઓમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ રહેતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. પ્રવાસીઓ માટે ધૂળેટીના દિવસે SOU ખુલ્લું રાખવામાં આવ્યું છે આમ તો સોમવાર હોય તો મેન્ટેન્સ માટે SOU સહિતના પ્રોજેક્ટો બંધ હોય પરંતુ આજે SOU ઓથોરિટીએ સ્ટેચ્યુ પ્રવાસન સ્થળો ખુલ્લાં રાખવાનો નિર્ણય કર્યો છે અને 25 હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU ખાતે નોંધાશે તેવી ધારણા છે
********
*1.50 લાખની લાંચ લેતા સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓ એસીબીએ* પ્રકાશ યશવંતભાઇ રસાણીયા અને નિતુસિંહ અનિલ ત્રિપાઠીને એસીબીએ રંગેહાથ ઝડપ્યા હતાં. ત્યારબાદ બન્ને અધિકારીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એસીબીએ એવી આશંકા સેવી કે, આરોપીઓની સાથે અન્ય અધિકારીઓની પણ સંડોવણીની શક્યતા છે.
*******
*સરકારને લીધે એસ.ટી નિગમ ખોટમાં*
ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોતરીમાં દાહોદના ધારાસભ્ય વજેસિંગ પણદાએ લેખિત પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, ’31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ એટલે કે, છેલ્લાં 2 વર્ષ દરમ્યાન સરકાર દ્વારા સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલી એસ.ટી બસોના ભાડાની રકમ કેટલી બાકી છે અને અત્યાર સુધીમાં કેટલી રકમ ચૂકવી છે.’
*********
*સુરતમાં 144ની કલમ લાગુ*
શહેરમાં ચાર કરતા વધારે વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ, કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવ્યું જાહેરનામું શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું. ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર તેમજ જાહેરમાં ઉશ્કેરણી કરે અને લાગણી દુભાય તેવા અભદ્ર, દ્વિઅર્થી ભાષા પર પ્રતિબંધ. જાહેરનામું ૩૦ માર્ચથી ૧૩ એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.
********
*સાળંગપુર હનુમાનજીને વિશેષ શણગાર*
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને હોળી નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો. હનુમાનજી દાદાને ફૂલો અને કલરનો અદભુત શણગાર કરાયો. શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
*********
*શરદ પવારે અમિત શાહની કરેલી મુલાકાતથી કોંગ્રેસ અકળાયુ*
*એનસીપીએ કહ્યુ ભાજપ ફેલાવે છે અફવા, અમિત શાહે કહ્યું બધુ જાહેરના કરાય*
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ ગુપ્ત મુલાકાતના સમાચાર બહાર આવતા જ રાજકારણ ગરમાયુ છે. એક તરફ એનસીપી આ ગુપ્ત બેઠકના અહેવાલોને નકારી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ આ ગુપ્ત બેઠક સામે સવાલ ઉભા કરી રહી છે. કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે, જો કોઈ મોટા નેતા, દેશના ગૃહપ્રધાન સાથે મુલાકાત કરે તો તેમણે દેશને બતાવવું જોઈએ અને આ બાબતે જાણવાનો દેશની જનતાનો અધિકાર છે.
*******
*ટ્રાવેલ્સ બસના પૈડા અટકી ગયા*
સરકાર દ્વારા છ માસના ટેક્સમાં માફી આપી હતી પરંતુ એ સમયગાળામાં બસ ચાલી જ ન હતી એટલે કોઇ ફાયદો થયો ના હતો. તો બીજી તરફ ટ્રાવેલ્સ સંચાલકોએ માંગ કરી છે કે, મોરેટોરિયમ પીરીયડમાં વધારો કરવો જોઈએ.
ગુજરાતમાં પ્રાઇવેટ 7000થી વધુ બસ છે, જે પૈકી મોટાભાગની બસની સર્વિસ બંધ કરવામાં આવી છે. છેલ્લા 35 વર્ષથી ધંધો કરતા પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી ખેતાણીએ પણ ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો છે
******
*અંબાલાલની આગાહી*
હોળીની ઝાળ પરથી ચોમાસાની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે હોળી પ્રગટાવતા સમયે ઝાળ કઈ દિશામાં જાય છે, તેના પરથી આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આવનારા ચોમાસા માટે આગાહી કરી છે કે ગત વર્ષ કરતા પ્રમાણમાં ઓછો વરસાદ રહેશે. રાજ્યના સરેરાશ વરસાદના 98 જેટલો વરસાદ આ વર્ષે વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
********
*રાજ્યની પ્રજાએ ધૂળેટીની નથી કરી : નીતિન પટેલ*
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ધૂળેટીના પર્વ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાના કારણે રાજ્યની પ્રજાએ ધુળેટીની ઉજવણી કરી નથી. ગઈકાલે સોશ્યલ ડિસ્ટંસ સાથે હોળી પ્રગટાવવામાં આવી. કોરોનાના કારણે આ વખતે હોળીના તહેવાર પર જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ છે. ગુજરાતીઓ સરકારની સૂચનાનું પાલન કરી રહ્યા છે.
*******
*કાર કેનાલમાં પલટી, બેના મોત*
સુરતના કતારગામથી રાત્રિના સમયે ઓલપાડના એરથાણ તરફ જતી કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. ટકારગામ ગામ નજીક રાત્રિના સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. જેથી કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ધૂળેટીની ઉજવણી માટે પરિવાર રાત્રિના સમયે ફાર્મ હાઉસ તરફ જતું હતું,તે સમયે સર્જાયેલા અકસ્માત બાદ કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
******
*ભાજપ યુવા મોર્ચા પૂર્વ મંત્રી સાથે ભાગી જનાર પરિણીતા પકડાયા*
ભરૂચ શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી મિત્રની જ પત્ની અને 2 સંતાનની માતાને ફસાવી ભગાડી જતા કિસ્સો રાજકીય અને સામાજિક સ્તરે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.જોકે પતિએ એ ડિવિઝન પોલીસ મથકમાં કરેલી જાણવા જોગ અરજીના આધારે પોલીસે સાયબર સેલ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે મહિલાને શોધી કાઢીને તેના પતિને સોંપવામાં આવી છે.
*🙏🙏thaned🙏🙏*