રાજપીપળા આદિત્ય વનના ગાંધી ચોકમ વૈદિક હોળી પ્રગટાવાઈ યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળીમાં માત્ર ગાયના છાણ,કપૂર, ગુગળનો ઉપયોગ કરાયો.

રાજપીપળા આદિત્ય વનના ગાંધીચોકમ વૈદિક હોળી પ્રગટાવાઈ .
હોળીમાં માત્ર ગાયના છાણ, કપૂર, ગુગળનો ઉપયોગ કરાયો.
લાકડા બચાવી પર્યાવરણનો અનોખો સંદેશો આપ્યો.
રાજપીપળા, તા.28
રાજપીપળા આદિત્ય વનના ગાંધી ચોકમ વૈદિક હોળી પ્રગટાવાઈ યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળીમાં માત્ર ગાયના છાણ,કપૂર, ગુગળનો ઉપયોગ કરાયો હતો.
હોળી પર્વે પર્યાવરણ બચાવવાના અનોખા સંદેશ સાથે આદિત્ય બંગલોઝમાં રહેવાસીઓ દ્વારા વૈદિક હોળીનું આયોજન કરાયું હતું.જેમાં લાકડાનો ઉપયોગ સદંતર બંધ કરી તેને બદલે દેશી ગાયના ઈકોફ્રેન્ડલી હોળી પ્રગટાવી હતી.અને લાકડા બચાવી પર્યાવરણનો અનોખો સંદેશો આપ્યો હતો.જેમાં 500 કિલો જેટલા છાણા અગાઉથી ઓર્ડર આપીને મંગાવ્યા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર છાણમાંથી નીકળતો ધુમાડો અત્યંત પવિત્ર હોય તે પ્રદૂષણ રહિત બેક્ટેરિયાનો નાશ કરતા હોય તેનાથી શેરીનું વાતાવરણ અને આરોગ્ય સુધરે છે. તેમાં ફેલાતો ધુમાડો હવામાં ફેલાય અને સ્વાઈન ફૂલુ, ચિકનગુનિયા જેવા જીવ જંતુઓ નાશ કરે છે.તેવું શહેરીજનોએ જણાવ્યું હતું.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા