ગાંધીનગર કમલમ ખાતે નવનિર્મિત મીડિયા રૂમની મુલાકાત લેતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી.

ગાંધીનગર: પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ, સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા, મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટે પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે નવનિર્મિત મીડિયા-વાર રૂમની મુલાકાત લઈને કામગીરીને હજુ વધુ ઉત્કૃષ્ટ કેવી રીતે કરી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો યજ્ઞેશ દવેએ વૉરરૂમમાં થતી કામગીરીનો સમગ્ર અહેવાલ રજુ કર્યો હતો. આ વેળાએ મીડિયા સહ-કન્વીનરશ્રી કિશોર મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા વૉરરૂમ મિશન 182 માટે સંપૂર્ણ રીતે સજ્જ છે તેવો વિશ્વાસ તમામ કાર્યરત કાર્યકર્તાઓએ અપાવ્યો હતો.