આવતીકાલે રાજપીપળા એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી થશે

.
કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, પ્રિન્સિપાલને ગુલાબના ફૂલ આપતા આપી કુમકુમ તિલક કરી ગુરુ વંદના કરશે.
પ્રાશ્ર્યાત્યા સંસ્કૃતિ ને બદલે ભારતીય સંસ્કૃતિને અપનાવી પોતાની કારકિર્દી ઘડનાર ગુરુજનોને વંદન કરી સાચા અર્થમાં વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરાશે.

14 મી ફેબ્રુઆરીએ દેશભરમાં ગુલાબ નું ફૂલ આપીને યુવક-યુવતીઓનો પ્રેમ નો એકરાર કરી પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરે છે, તેની સામે રાજપીપળા માં આવેલ એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના માં બધા થી દુર રહીને વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરવામાં આવશે જેમાં 14મીએ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલ ગુલાબના ફૂલ આપી કુમકુમ તિલક કરી ગુરુ વંદના કરી વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરશે. આ દિવસે કોલેજના કમ્પાઉન્ડમાં કોલેજના તમામ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ને ભેગા કરી ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળ અને સેવા સંઘના આદ્યસ્થાપક સ્વ. રત્નસિંહ મહિડા ની પ્રતિમાને પુષ્પાંજલિ આપી તથા તમામ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો ને કુમકુમ તિલક કરી ગુરુ વંદના કરશે.
કોલેજના પ્રિન્સિપાલ શૈલેન્દ્રસિંહ માંગરોલા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો પશ્ચિમી સંસ્કૃતિ થી હજી ઘણી દૂર છે, અહીં અમારી કોલેજમાં વેલેન્ટાઈન ડે અલગ રીતે ઉજવાય છે.આ દિવસે અમારા વિદ્યાર્થીઓએ પોતાનો પ્રેમ ગુરુભાવ તરીકે વ્યક્ત કરી પોતાના એકરાર સ્વરૂપે ગુરુવંદનાના કાર્યક્રમમાં જોડાઈને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરશે.