રાજપીપળા વેલેન્ટાઈન ડે ઉજવવામાં યુવતીઓમાં ભારે ઉત્સાહ.

પ્રેમી હૈયા દ્વારા એકબીજાને ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો એકરાર કરી બી માય વેલેન્ટાઇન કહેવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે.
14મીએ પ્રેમીપંખીડાઓ વેલેન્ટાઇન કાર્ડ સહિત ભેટ સોગાદો આપી વેલેન્ટાઇન દિવસને યાદગાર બનાવશે.
રાજપીપળામાં ગુલાબના ફૂલ નું ધૂમ વેચાણ થયું 40થી 50 રૂપિયા એક ગુલાબ વેચાયું.
સુરત, વડોદરા થી ખાસ ઓર્ડર આપીને મંગાવતા લાલ ગુલાબના ફૂલોનો માલ ખડકાયો.

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આવતીકાલે 14 મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની યુવક- યુવતીઓ દ્વારા ભારે ઉત્સાહભેર ઉજવણી કરાશે ખાસ કરીને કોલેજના યુવક યુવતીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પ્રેમનો એકરાર કરે છે તો કેટલાક વેલેન્ટાઇન કાર્ડ અને ગિફટ આપી બી માય વેલેન્ટાઇન કહી પ્રેમનો એકરાર કરશે આજે આગલે દિવસે રાજપીપળામાં વેલેન્ટાઈન ડે ઉજવવા માટે બહાર ગામથી ઢગલો ગુલાબના ફૂલોનો ઢગલો નવો માલ ખડકાયો હતો. સુરત વડોદરાથી ખાસ ઓર્ડર આપીને મંગાવો આવતા લાલ ગુલાબના ફૂલોનો માલ ખડકાયો હતો. જેનું ધૂમ વેચાણ થયું હતું, જેમાં એક ગુલાબ 40 થી 50 રૂપિયા સુધી વેચાઇ રહ્યા છે. જેમાં લાલ, પીડા, કેસરી અને ગુલાબ ઇંગલિશ ગુલાબ બોલબાલા રહી છે.
લાલ ગુલાબ એ પ્રેમનું પ્રતિક હોવાથી સદીઓથી ગુલાબ નું વિશેષ મહત્વ રહ્યું છે. ગુલાબનું ફૂલ ઇતિહાસ કાળથી પ્રેમના પ્રતિક રૂપે પ્રચલિત થયું છે. ખાસ કરીને ફિલ્મોમાં અને ધડકતા યુવા હૈયાઓમાં ગુલાબનું ફૂલ નું વિશેષ મહત્વ રહેલું છે. વેલેન્ટાઈન ડે ના દિવસે ગુલાબના ફૂલ નું મહત્વ વધી જાય છે. યુવકોએ જણાવ્યું હતું કે પ્રેમની લાગણી અભિવ્યક્ત કરવાનો આ એક માત્ર દિવસ 14 મી ફેબ્રુઆરીએ આવતો હોય આ દિવસને યુવક-યુવતીઓ કાગડોળે રાહ જોઇ જોઈએછીએ