ભાણવડના નાયબ મામલતદાર સામે ACB એ માંગણીનો ગુનો નોંધાયો.

ખંભાળિયા: જીલ્લાના ભાણવડ તાલુકાના ભાણવડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મજીદ કાસમભાઈ બ્લોચે એક અરજદાર આ નાયબ મામલતદાર પાસે જન્મ પ્રમાણપત્ર ખરાઇ કરાવવાની કામગીરી અર્થે કચેરીએ ગયેલ તે વખતે નાયબ મામલતદારે કામ કરી આપવાના અવેજ પેટે અરજદાર પાસે રૂ. 5000/- ની માંગણી કરી રકઝકના અંતે રૂ.1500/-આપવાનુ કહી પહેલા 1000/- લઇ લીધેલા. જે આધારે અરજદારએ ઓડીયો/વિડીયો ના પુરાવા સાથે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને અરજી કરેલ, જે અરજીની તપાસના અંતે નાયબ મામલતદાર મજીદ કાસમભાઈ બ્લોચે લાંચની રકમની માંગણી કરેલ હોવાનું તપાસમાં જણાય આવતા પ્રાથમિક તપાસ કરનાર અધિકારીએ સરકાર તરફે લાંચની માંગણી અંગેનો ગુન્હો દાખલ કરાવતા દ્વારકા અને જામનગર જીલ્લાના રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.