Happy walo Sunday….
ભારતીય પરંપરાનો અભ્યાસ કરવા આવતાં વિદેશીઓનો એક ગમતો વિષય છે , *ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેકચર*….
આપણે દરેક વાતમાં વેદકાલિન શબ્દનો છૂટથી ઉપયોગ કરીએ છીએ, પણ સનાતન ધર્મનો પાયો એટલે આપણા મંદિરો….મંદિરમાં કેવા કપડાં પહેરીને જવા દેવા વિષય માટે ચર્ચા સાથે મંદિર કેવું હોવું જોઈએ એ તો વિચારીએ…. *સનાતન સંસ્કૃતિમાં મંદિરો માટે ખાસ આર્કિટેક કલ્ચર વિકાસ પામ્યું હતું*….
આમ તો સામાન્ય ભાષામાં સમજવા હોય તો મંદિરો બે પ્રકારના…. એક જેમાં મહેનત કરીને જવું પડે. જેમ કે પહાડ પર, જંગલમાં, નદી કે સમુદ્રકિનારે… એટલે કે માનવ વસાહટથી દૂર આવેલા મંદિરોને *સિદ્ધાયતન* કહેવાય. સિદ્ધાયતન મંદિરનો હેતુ એ હશે કે માણસ પ્રકૃતિના આનંદ સાથે દુઃખ દર્દ ભૂલીને પ્રભુસ્મરણ કરી શકે.
બીજો પ્રકાર એટલે ગામમાં અથવા માનવ વસાહત સાથેના મંદિરો, અસિદ્ધાયતન મંદિર…. જ્યાં મોટી ઉંમરે અથવા કામધંધા સાથે ભક્તિ કરી શકે.
પૌરાણિક સમયમાં મંદિર બનાવવા આજની જેમ વૈવિધ્યસભર મટિરિયલ હતું નહીં, મુખ્યત્વે લાકડું, માટી, પથ્થર, ઇંટ જેવા કુદરતી ઘટકોમાંથી મંદિર બનતાં. માત્ર એક જ ઘટકમાંથી મંદિર બનાવવામાં આવે તો તે વધુ પવિત્ર ગણાતું. પાયાથી શિખર સુધી એક જ પ્રકારનું મટિરિયલ વપરાય તો તે પુરુષ પ્રકારનું મંદિર કહેવાય, પણ પાયો અને શિખર અલગ અલગ મટિરિયલથી બને તો તે નાન્યતર મંદિર કહેવાય…. આ પૌરાણિક વાતો છે….એક મટિરિયલથી બનેલું મંદિર સંચિત, બે મટિરિયલ સાથે અસંચિત, ત્રણ મટિરિયલ વાળું ઉપસંચિત તથા વધુ પ્રકારના મટિરિયલ વાળુ મંદિર યમિશ્ર કહેવાય…. કેટલા બધા પ્રકારના મંદિર થયા કહેવાય… ફરી યાદ કરી લો, એટલે વાત આગળ વધારીએ…
મૂળ મંદિરો ચાર પ્રકારના… ષડવર્ગ જે દક્ષિણ ભારતીય શૈલી કહી શકાય, શ્રૃંગ જે ઉત્તર ભારતીય શૈલી છે. ત્રીજી ઓરિસ્સા શૈલી તથા ચોથી બંગાળ અને પૂર્વીય માતાજીના મંદિર શૈલી….
હવે જ્યારે પૌરાણિક મંદિરમાં દર્શન કરવા માટે જાવ ત્યારે મંદિર શૈલી તથા તેની આર્કિટેક પેટર્નનો અભ્યાસ કરજો.
પૌરાણિક સ્થળો, કિલ્લાઓ કે સ્થાપત્યો પર ગાઇડ રાખવો, ભલે પાંચસો હજારનો ખર્ચ થાય. જ્યારે ગાઇડ સમજાવતો હોય ત્યારે આજુબાજુ ડિફોળિયા મારીને વિદેશી મહિલાઓ જોવા કરતાં ગાઇડની વાતોમાં ધ્યાન આપતાં આજે પણ આપણે શીખ્યા નથી, ગાઇડને સબ્જેક્ટિવ સવાલો પૂછવાને બદલે ફાલતુ વાતો કરતાં નમૂના ઠેરઠેર અવેલેબલ છે…. મેં અસંખ્ય લોકો એવા જોયા છે, જે મફતિયા બીજાના રોકેલા ગાઇડ પાછળ પાછળ ચાલીને જાણવાની કોશિષ કરે. દૂરના પ્રવાસો માટે હજારો ખર્ચ સામે ગાઇડ ખર્ચ સાવ નગણ્ય હોય છે, પણ યહાં સૂનતા કોન હૈ?
એની વે, આપણા ટોપિક પર…ભારતના પ્રત્યેક પૌરાણિક મંદિર પાસે વૈદિક સાથે આગવી આર્કિટેક પેટર્ન હતી. ઉત્તર ભારતથી મધ્ય ભારત સુધી નાગર શૈલી હોય છે, મધ્ય ભારતથી દક્ષિણ ભારતના મધ્ય ભાગ સુધી દ્રવિડ શૈલી તથા છેક દક્ષિણમાં વેસર શૈલીના મંદિર પ્રચલિત છે, આ ઉપરાંત પૂર્વીય રાજ્યોની પેટર્ન ફરીથી અલગ પડતી હોય છે…
કોણ આ કડાકૂટમાં પડે? ફોર્વડેડ મેસેજનો મારો કરવો, પણ અભ્યાસ કરવાની વાત આવે એટલે ચોપડા કોણ વાંચે? મંદિર શૈલી માટે આગમ નામના સિદ્ધાંત અવેલેબલ છે, જેમાં વિષ્ણુ, શૈવ તથા માતાજીના મંદિર બનાવવા તથા પૂજા માટેના નિયમો લખાયા છે. સનાતન ધર્મમાં આગમ પરથી પૌરાણિક સમયથી હજારો પુસ્તકો મંદિર આર્કિટેક પર લખાયા છે. હા, આગમ પરથી યાદ આવ્યું, આલય શબ્દ મંદિર માટે વપરાય છે, જેમ કે શિવ આલય… આલય એટલે મંદિરનું ગર્ભગૃહ….
ગર્ભગૃહ શબ્દ બે રીતે વપરાય છે. જો મંદિર બની ગયું હોય અને પછી મૂર્તિ સ્થાપના થાય તો ગૃહગર્ભ કહેવાય. મંદિર પૂર્ણ થતાં પહેલાં મૂર્તિ સ્થાપિત થાય તો તે ગર્ભગૃહ કહેવાય… ઓકે? ઇનશોર્ટ મંદિરના કેન્દ્રમાં ગર્ભગૃહ હોય અને ગર્ભગૃહનો આત્મા એટલે ભગવાનની પ્રતિમા….
આમ તો મંદિરની કલ્પના માનવદેહ સાથે જોડાયેલી છે. ગર્ભગૃહનો ઉપરનો શિખરવાળો ભાગ એટલે માથું અને તેના પરનું મુકુટ. ગર્ભગૃહ આસપાસ આપણે પ્રદક્ષિણા કરીએ છીએ એ ગળાનો ભાગ… ગર્ભગૃહનો દરવાજો એટલે નાક આને બહારનો સભામંડપ એટલે ધડ…ધડ એટલે ગળા નીચેનું શરીર. સભામંડપની દીવાલ એટલે આપણા હાથ. મંદિરમાંથી બહાર નીકળવાનો માર્ગ તથા બહારનો પેસેજ એટલે પગ….કેટલી સુંદર કલ્પના કરવામાં આવી છે… જો કે આમાં મતમતાંતર હોઇ શકે…દરેકના રેફરન્સ અલગ પડી શકે… પણ મૂળ ટેમ્પલ આર્કિટેક સમજવા આ સરળ રસ્તો છે.
વધુ સરળ શબ્દોમાં કહેવું હોય તો સમજી શકાય કે ષડવર્ગ મંદિર પાયાથી શિખર સુધી છ ભાગોમાં હોય છે. જેમાં પહેલો ભાગ પાયો હોય, બીજો ભાગ એટલે ઉપર મંદિરનું તળિયું જેના પર આપણે ચાલીએ છીએ, એની પર મંદિરની દિવાલો તથા નકશીકામ કરેલા સ્તંભ હોય છે. ચોથા ભાગને કંઠ કહેવાય, જ્યા બહાર સાદી ડિઝાઇન હોય છે. ચોથો ભાગ પાંચમા ભાગ એવા શિખરને મજબૂતાઈ આપે છે અને દીવાલ કે સ્તંભ સાથે જોડે પણ છે.
પાંચમા ભાગ એવા મંદિરોના શિખરો માટે જે તે ભગવાન મુજબ શિખરોના અસંખ્ય ઓપ્સન આપવામાં આવ્યા છે. શિખર ઉપર છઠ્ઠા સ્તરમાં સુંદર સ્તંભ હોય છે. કંઠ, શિખર અને સ્તંભવાળા સમગ્ર વિસ્તાર માટે એક શબ્દ છે વિમાન…. યાદ આવ્યું, અહીં પણ વિમાન વિજ્ઞાન?
હવે સમજાયું? ગર્ભગૃહનો ઉપરનો વિમાન વિભાગ તથા તેની બહારનો ગર્ભગૃહનો શિખરવાળો ભાગ… ગર્ભગૃહમાં સ્તંભ કે પીલર રાખી શકાતા નથી….ખાલી પાણી બહાર કાઢવાનો જ માર્ગ હોય….
શૃંગ મંદિરોમાં મુખ્ય શિખર આસપાસ નાના શિખરો હોય છે. ઓરિસ્સાના સ્વસ્તિક ફોલો કરતાં મંદિરો તથા માતાજીના પૂર્વી મંદિરોની શૈલી અલગ હોય છે….
આખી વાતનો સાર એટલો જ છે કે મંદિર શૈલી સહિત ભારતીય સનાતન ધર્મના સાહિત્યમાં ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, થોડો રસ લો…. ભારતમાં અંગ્રેજ શાસન સુધી નવી નવી નવા આર્કિટેક પેટર્ન આવતી ગઇ. આધુનિક ભારતમાં દરેક શૈલીનો સુભગ સમન્વય થતો ગયો. નવરાશ હોય તો અભ્યાસ કરીને સ્થાપત્યો જોશો તો એની મજા અલગ જ છે… બાકી તમારી મરજી….
“यथेच्छसि तथा कुरु…..” અર્થાત
Do as you wish…..
લેખન અને સંપાદન
Deval Shastri🌹