આજનાં મુખ્ય સમાચારો.

આજના મુખ્ય સમાચારો*

1️⃣9️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*અમદાવાદમાં દર શનિ-રવિવારે તમામ મોલ અને થિયેટરો રહેશે બંધ, રાત્રિ કરફ્યું પણ 9 વાગ્યાથી શરૂ થશે*
રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મહત્વના નિર્ણયો લીધાં છે. અમદાવાદમાં આવતી કાલથી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફર્યું રહેશે. ઉપરાંત શનિવાર અને રવિવારે તમામ મોલ અને સિનેમા થિયેટરો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો.
*********
*લોકડાઉન અંગે મહત્વની જાહેરાત*
ગુજરાતમાં લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઇ વિચારણા નથી આથી લોકો લોકડાઉનને લઇને કોઇ ભય કે આશંકા ન રાખે
ગુજરાતમાં નહીં થાય લોકડાઉન: મુખ્યપ્રધાન ગુજરાતમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતા નાગરિકોમાં ફરી એક વખત લોકડાઉન લાગુ થવાને લઇને આશંકા જોવા મળી રહી છે. પરંતુ મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સરકારે લીધેલા પગલાઓની માહિતી આપી હતી
*********
*એક વર્ષમાં બંધ થઈ થશે તમામ ટોલનાકા: નીતિન ગડકરી*
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ જાહેરાત કરતા કહ્યું છે કે સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલપ્લાઝા ખતમ કરવાની યોજના પર કામ કરી રહી છે. આવનાર સમયમાં ટેક્નોલોજીની મદદથી લોકોએ એટલો જ ટોલ ચૂકવવો પડશે જેટલું તેઓ હાઇવે પર મુસાફરી કરશે. અમરો હાથી બસપા સાંસદ કુંવર ડેનિશ અલીએ ગાઢ મુક્તેશ્વર પાસેના રસ્તા પર નગર નિગમની સરહદ પાસે ટોલ પ્લાઝા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો
********
*LIC કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ*
LICનુ ખાનગીકરણ કરીને, આઈપીઓ બહાર પાડવા અંગે સરકારે કરેલા નિર્ણયના વિરોધમાં કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળ પાડી છે. દેશવ્યાપી આ હડતાળમાં રાજકોટના કર્મચારીઓ પણ જોડાયા છે. કર્મચારીઓની આ હડતાળ માટે સરકારે મૂકેલા પ્રસ્તાવના વિરોધમાં છે સરકારે ખાનગીકરણ અને આઈપીઓ બહાર પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓની માંગ છે કે કેન્દ્ર સરકાર આઈપીઓ ન લાવે. આ ઉપરાંત પીએસયુ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યૂશન્માં ભાગીદાર ન બને. મહત્વનું છે કે જેની માલિકી સરકાર ધરાવે છે તે LICની શરૂઆત 1956 માં થઈ હતી. હાલ 1.14 લાખ કર્મચારીઓ છે. અને 29 કરોડથી વધુ પોલિસી ધારકો છે. વર્ષ 2021ના સામાન્ય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે LICનો IPO લાવવામાં આવશે. તેમણે PSU અને ફાઈનાન્સિયલ ઈન્ટીટ્યૂશન્સમાં ભાગીદારી વેચીને 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે
**********
*ભાજપના 14 સભ્યોને સસપેન્ડ કરાયા*
મોરબીમાં ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરવા બદલ મોરબી ભાજપના 14 સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મોરબી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મેન્ટેડનો અનાદર કરવામાં આવ્યો હતો અને આ મેન્ટેડના અનાદર બદલ 14 સભ્યોને સસપેન્ડ કરાયા છે.
********
*સુરતમાં GSTનો ગોટાળો 2 કરોડ રૂપિયાની નોટિસ*
20 જેટલાં લોકોને 1 લાખથી લઈને 2 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતા લોકો આશ્રર્યમાં મુકાઈ ગયા છે કે એમને કેમ નોટિસ મળી.જો કે તેઓ ભણેલા નથી તો નોટિસનો જવાબ કેવી રીતે આપવો તે પણ ચિંતા છે.આખરે તેમનો જીએસટી નંબર કેવી રીતે જનરેટ થયો તે સવાલ પણ તેમને કોરી ખાઈ રહ્યો છે.
********
*ગુજરાતમાં હાલ લોકડાઉન નહી: વિજય રૂપાણી*
ગુજરાતમાં લોકડાઉન લગાવવાનો કોઈ પ્રશ્ન નથી, શાળા કોલેજ અંગે નિર્ણય કરશે તેમ મુખ્યપ્રધાન નિજય રૂપાણીએ જણાવ્યુ હતું.
*******
*વરસાદની શક્યતાને પગલે ખેતીમાં નુકશાનની ભીતિ*
બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વરસાદની શક્યતાને પગલે પહેલેથી જ નુક્સાનીનો માર સહન કરી રહેલા ખેડૂતોને વધુ નુક્સાનની ભીતિ સતાવી રહી છે
*******
*અઠવા અને રાંદેર વિસ્તારો રેડ ઝોનમાં, રેડ ઝોનમાં મનપાએ લગાવ્યા બોર્ડ*
તમે કોરોના સંક્રમિત હાઇ રિસ્ક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. જો તમે સુરતની મુલાકાત લેશો તો ઠેરઠેર જાહેર માર્ગો પર લગાવાયેલા આવા બોર્ડ અચૂક જોવા મળશે. રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ સુરતમાં ફેલાયું છે.
*******
*ભાજપમાં હવે રામાયણના રામની એન્ટ્રી*
‘રામાયણ’ સીરિયલના ખ્યાતનામ એક્ટર અરુણ ગોવિલ ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’માં તેમણે ભગવાન રામની ભૂમિકા નિભાવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં ભાજપના કાર્યાલય ખાતે પાર્ટીનું સભ્યપદ લીધુ હતું. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ પણ હાજર રહ્યા હતા.બંગાળમાં આયારામ-ગયારામનો દબદબો
********
*10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં શાળા-કોલેજો બંધ*
ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.
*********
*લંપટ શિક્ષક: ટ્યૂશનમાં આવતી વિદ્યાર્થિનીને લઈને ભાગી ગયો*
અજમેરમાં રહેતા એક શખ્સ, જે બાળકોને ટ્યૂશન ભણાવતો હતો.તેને પોતાની જ એક વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો. મામલો એટલો આગળ વધી ગયો કે, શિક્ષક વિદ્યાર્થીને લઈને ભાગી ગયો. કહેવાય છે કે, આ બંને લગ્ન પણ કરવાના હતા. પણ લગ્નની વાત શક્ય ન બની. બાદમાં આ બંનેએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. જેના માટે બંનેએ પહાડ પરથી કૂદીને ધૂબકો પણ માર્યો, પણ તેમાં સફળ થયા નહીં. પોલીસનું કહેવુ છે કે, આ બંનેને બોરાજના પહાડી વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યા છે. તો વળી સગીર વયની વિદ્યાર્થિનીને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે. જ્યારે શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસનું કહેવુ છે કે, સગીર વયની આ વિદ્યાર્થિની આત્મહત્યા કરવા માટે તૈયાર ન થઈ. હાલમાં પોલીસ આરોપી ટિચરની પૂછપરછ કરી રહી છે
********
*શિવસેનાએ કહ્યું મોદીની આર્થિક નીતિ એ 4 ઉદ્યોગપતિઓના હિતમાં*
શિવસેનાએ રાષ્ટ્રીય સંપત્તિઓના ખાનગીકરણ મુદ્દે ગુરુવારે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શિવસેનાએ રેલવે મંત્રી પિયૂષ ગોયલના આશ્વાસન પર સવાલ ઉઠાવતા કહ્યું કે,‘સમગ્ર દેશમાં શું એવો માહોલ જોવા મળે છે કે આમના આશ્વાસન પર વિશ્વાસ કરી શકાય.’ પિયૂષ ગોયલે રેલવેનું ખાનગીકરણ નહીં થાય તેવું સંસદમાં કહ્યું હતું.
*********
*ઘઉં નાખીને ફરાળી લોટ બનાવતી સુરતની શ્રી સ્વામિનારાયણ પેઢીને રૂ.3 લાખનો દંડ*
ઘઉં નાખીને ફરાળી લોટ બનાવતી સુરતની જય શ્રીસ્વામિનારાયણ પેઢી સામે ફૂડ સેફટી વિભાગે કાર્યવાહી કર્યા બાદ અધિક કલેકટરે 3 લાખનો દંડ ફટકાર્યો છે જ્યારે લોટ વેચનાર પાલનપુરની ગુરુદેવ ટ્રેડિંગને 50 હજારનો દંડ કર્યો છે. આ ઉપરાંત જિલ્લામાં ડીસા, વડગામ પાલનપુરમાં સોયાબીન, ઓઇલ, રાઈડા તેલ નારિયેળ તેલ અને હળદરના વિક્રેતા અને ઉત્પાદક પઢીઓ સામેના જુદા જુદા 5 કેસોમાં પાલનપુર અધિક કલેકટરે 8.90 લાખનો દંડ ફટકાર્યો છે.
*******
*હવે હજીરા બાદ દહેજની માણી શકાશે જળ મુસાફરી*
ઘોઘાથી હજીરાની રો-પેક્સ ફેરી સર્વિસને મળેલી જબ્બર સફળતા બાદ હવે સૌરાષ્ટ્રના નાગરિકોની સુવિધાર્થે ઘોઘા-દહેજ પેસેન્જર ફેરીની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો કે આ નાના જહાજમાં ફક્ત મુસાફરો માટેની જ સવલત છે.
******
*MY હોસ્પિટલના કર્મચારીઓ રંગરેલિયા મનાવતા ઝડપાયા*
હોસ્પિટલમાં જ્યાં મૃતદેહો રાખવામાં આવે છે એ જગ્યાને મૉર્ટ્યુઅરી કહેવાય છે, પરંતુ વાસનાના ભૂખ્યા લોકો આ સ્થળને પણ પોતાની વાસનાની તરસ છિપાવવા માટે રંગરેલિયા મનાવવાનો અડ્ડો બનાવી દે છે. ઘટના મધ્યપ્રદેશના મહારાજા યશવંતરાવ (MY) હોસ્પિટલની છે. અહીંના કેટલાક ફોટો વાઇરલ કરવામાં આવ્યા છે, જેમાં કઢંગી હાલતમાં બે યુવતી અને બે યુવક નજરે પડી રહ્યા છે.
********
*સોશિયલ મીડિયા પર લોકડાઉન અફવા ફેલાવનાર વિરૂદ્ધ કેસ દાખલ*
પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ સાઇબર ક્રાઇમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી આહિર ફરિયાદી બન્યા છે. તેમના અનુસાર 16 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર સુરત પોલીસના લોગોનો દુર ઉપયોગ કરી ડિજિટલ લેટર પેડ પર અફવા ફેલાવવામાં આવી હતી.તેમાં લખ્યું હતું કે શહેરમાં કોવિડ 19 ના લીધે જલદી જ લોકડાઉન લાદવાની સંભાવના છે. એટલા માતે લોકો સતર્ક રહે. ક્યારે પણ સરકાર આદેશ જાહેર કરી શકે છે. તેના પર સ્પેશિયલ પોલીસ કમિશ્નર ડોક્ટર પીએસ પટેલના હસ્તાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
********
*જૈનતિર્થ પાલિતાણા ખાતે દર વર્ષે આયોજિત થતી છ’ગાઉની યાત્રા મોકુફ*
જૈન તિર્થ પાલિતાણા ખાતે દર વર્ષે આયોજીત થતી છ’ગાઉની યાત્રા મોકુફ રાખવામાં આવી છે. છ’ગાઉની યાત્રા મોકુફ રહી હોય તેવું પહેલીવાર બન્યુ છે. આગામી ફાગણ સુદ 13ને શુક્રવાર તા. 26-03-2021ના દિવસે યોજાનારી છ’ગાઉની યાત્રા કોરોનાના વધાતા સંક્રમણ અને સરકારની સુચનાઓને ધ્યાનમાં રાખીને છ’ગાઉની યાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
******
*સુરત શહેરના મેયર રાત્રી દરમિયાન રસ્તા પર ઉતર્યા*
કોરોનાના કેસ વધતા જ શહેરના મેયર રાત્રી દરમિયાન રસ્તા પર ઉતર્યા હતા અને લોકોને કોરોના સંક્રમણ અંગે સમજણ આપતા હતા રાત્રીના સમયે એક ગાડીમાં વધુ લોકો મુસાફરી કરતા હોય તેમને સમજાવતા હોય તેવો વિડિયો સોશ્યલ મિડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડિયોના કારણે કેટલાક લોકો વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો અત્યાર સુધી ભાજપના નેતાઓ ટોળા અને સભા કરતા હતા ત્યારે મેયર ક્યાં ગયા હતા તેમ કહીને ટીકા પણ કરી રહ્યા છે
********
*સુરતનો પ્રખ્યાત અઠવા ઝોન વિસ્તાર રેડ ઝોનમાં*
વેપારીઓએ દુકાનો ખોલતા પહેલા કરાવવો પડશે કોરોના ટેસ્ટ એકજ વિસ્તારમાં આવ્યા 88 કેસ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સિટી અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી છે આ સાથે જ કેટલીક સિટી બસને પાલિકાએ કોરોના ટેસ્ટિંગમાં બનાવી દીધી છે. સીટી બસમાં ટેસ્ટિંગની સુવિધા ઊભી કરી છે. સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં કેસોની સંખ્યા વધતા મહાનગરપાલિકાએ દુકાનદાર દુકાન ખોલે તે પહેલા ટેસ્ટિંગ કરવા માટેની સુવિધા ઊભી કરી છે. મહાનગરપાલિકાએ સિટી બસને જ કોરોના ટેસ્ટિંગમાં બનાવી દીધી છે
********
*ડેયરી મિલ્ક બનાવતી કંપની કૈડબરીએ 241 કરોડનો ચૂનો લગાવ્યો*
ચોકલેટ બનાવતી કંપની કૈડબરી વિરુદ્ધ 240 કરોડના ફ્રોડનો મામલો નોંધ્યો છે. કૈડબરી ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ 2010થી સમગ્ર પણે અમેરિકી સ્નૈક્સ કંપની મોન્ડલીઝની છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર કૈડબરીએ ભ્રષ્ટાચાર કર્યો છે. કંપનીએ ક્ષેત્ર આધારિત મળતા ટેક્સ છૂટના નિયમોનો ખોટી રીતે ઉપયોગ કરીને ટેક્સમાં ચોરી કરી છે.સીબીઆઈએ અલગ અલગ ઠેકાણા પર દરોડા પાડ્યાસીબીઆઈએ સોલન, બદ્દી, પિંજોર અને મુંબઈના દશ ઠેકાણા પર દરોડા પાડી આ કાર્યવાહીને પાર પાડી છે
*******
*શતાબ્દી એક્સપ્રેસ અચાનક ઉંધી દોડવા લાગી દુર્ઘટના સર્જાતી અટકી*
દિલ્હીથી ટનકપુર જઈ રહેલી પૂર્ણા ગિરી જનશતાબ્દી એક્સપ્રેસના રોલડાઉન થઈને ઉલ્ટી દિશામાં દોડવા લાગ્યા બાદ સલામત રીતે અટકી જતા દરેકે રાહતનો શ્વાસ લીધો છે. ટ્રેન ઉલટી દિશામાં દોડવાની સુચના મળતાની સાથે જ રેલવે ઓફિસરો હરકતમાં આવી ગયા અને પાછળની તરફનો ટ્રેક ખાલી કરાવી લેવામાં આવ્યો. જે ટ્રેક પર ટ્રેન ઉલ્ટી દિશામાં દોડી રહી હતી. તેના પર નાના-નાના પથ્થરોના ટુકડા રાખીને મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી
********
*લોકોએ મુસાફરી ટાળી, તેજસ, શતાબ્દી જેવી ટ્રેનોની 50% ખાલી*
દેશભરમાં કોરોના કેસ ફરીથી વધવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં પોતાના ત્યાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાત કરી દીધા છે. તેના ડરથી લોકો મુસાફરી ટાળી રહ્યા છે. ગત ત્રણ દિવસમાં અઢી હજારથી વધુ લોકો પોતાની મુસાફરીને ટાળી ચૂક્યા છે. તેમણે કોરોના ટેસ્ટ અને કોરોન્ટાઇનનો ડર સતાવી રહ્યો છે. ટ્રેનોના એસી કોચમાં ગત વર્ષથી ધાબળા બંધ છે.આઇઆરસીટીસીની અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસ હોળી ફેસ્ટિવલને ધ્યાનમાં રાખતાં ફરીથી દોડાવવામાં આવી હતી, પરંતુ આશા અનુસાર મુસાફરો મળી રહ્યા નથી. તેની ચેર કાર અને એક્ઝિક્યૂટિવ ક્લાસની 50 ટકા સીટો ખાલી છે
*********
*ગુજરાત રાજ્યમાં 157 આરોપીઓના કાસ્ટોડિયલ ડેથ થયા*
રાજ્યમાં કાસ્ટોડિયલ ડેથનું પ્રમાણ વધી રહ્યું છે. નેશનલ હ્યુમન રાઈટ કમિશનની અસંખ્ય નોટીસો છતાં સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રમાણમાં ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 157 આરોપીઓના કાસ્ટોડિયલ ડેથ થયાં છે. જેમાં માત્ર અમદાવાદ અને કચ્છમાં જ 48 ઘટનાઓ બની હોવાનું વિધાનસભામાં જાહેર થયું છે. આ પ્રકારની ઘટનાઓમાં એક ઈન્સ્પેક્ટર, 2 સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 7 પોલીસ કર્મચારી, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 20 જેટલા પોલીસ કર્મીઓ સામે અન્ય પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. કસ્ટોડિયલ ડેથનું પ્રમાણ વધ્યુપેટાલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પુછેલા સવાલના જવાબમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કાસ્ટોડિયલ ડેથ અંગેનીમાહિતી જાહેર કરી હતી.
*********
*ગુંડાગીરી મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવ્યા*
ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંડાગીરી મુદ્દે ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો. ગૃહની કાર્યવાહી દરમ્યાન ગુંડાગીરી મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા. ભાજપના નેતાઓએ તેમના શાસનમાં ગુંડાગીરી નેસ્તનાબૂદ કરી હોવાની વાત કરતા કોંગી ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો.ગુંડાગીરી નેસ્તનાબૂદ કરી હોવાની વાત કરતા કોંગી ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો
**********
*4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ એસટી બસ બાયપાસ દોડાવવામાં આવશે*
રાજ્યમાં કોરોનાની મહામારીએ ફરી હાહાકાર મચાવ્યો છે. જેના કારણે ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની અમલવારી શરૂ થઈ જતાં તેની અસર એસ.ટી.ની બસોના સંચાલનમાં પડી છે. ચાર શહેરમાં રાત્રિ કરફ્યૂ મુકાઈ જતા ભાવનગર એસ.ટી. વિભાગની ૬ બસ કેન્સલ કરવી પડી છે. જ્યારે ચાર બસના સમયમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવો પડયો છે.અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના ચાર મહાનગરોમાં કોરોનાના ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે. જેના કારણે કોર કમિટીએ આ ચારેય શહેરોમાં રાત્રિના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યૂ લાદવા માટે નિર્ણય કર્યો છે. ચાર મહાનગરમાં રાત્રિ કરફ્યૂને કારણે વાહનોની અવર-જવર પર બ્રેક લાગી જતા એસ.ટી. નિગમે પણ રાત્રિ કરફ્યૂવાળા શહેરો અને આ શહેરોને જોડતા અન્ય રૂટોને કેન્સલ, સમયમાં ફેરફાર અને બાયપાસ રોડથી બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે
*🙏🙏thaend🙏🙏*