ગુજરાતમાં હાલ લોકડાઉનની કોઈ શક્યતા નથીઃ CM વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ સરકાર એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે. રાત્રી કર્ક્યુ ઉપરાંત ઉપરાંત અમદાવાદ અને સુરતના કેટલાક વિસ્તારોમાં સીટી બસ સેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, “ગુજરાતમાં હાલ લોકડાઉનની કોઈ શક્યતા નથી. માટે એ ભય રાખવાની આવશ્યકતા નથી. પરંતુ નિયમોમાં કોઈ ઢિલાશ નહીં ચાલે.”