સુરતમાં જીએસટી પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વેપારીઓમાં રોશની લાગણી જોવા મળી છે. ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી દેખાવો કરવામાં આવ્યા હતા. એસો.પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા ૩૧ મહિનાઓથી આ સમસ્યાઓ ચાલી આવી છે.
અનેક રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવ્યું નથી. જેનો ભોગ વકીલો અને વેપારીઓએ બનવુ પડ્યું છે. જેના કારણે ૧ હજાર ૮૦૦ કરોડની લેટ ફી ભરવાની નોબત આવી છે..જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો અલગથી રણનીતિ ઘડવામાં આવશે