LIC અધિકારી કિરીટભાઇ હસમુખભાઇ પટેલ ના 1.30 કરોડના ફ્લેટના સોદામાં ગોલમાલ

રાજકોટની LIC કચેરીના વિકાસ અધિકારી કિરીટભાઇ હસમુખભાઇ પટેલે પંચાયત ચોકમાં આવેલો પોતાનો ફ્લેટ વેંચવા અખબારમાં આપેલી જાહેર ખબર મારફત બે શખ્સોએ ફ્લેટ જોઇ 1 કરોડ 30 લાખમાં સોદો નક્કી કરી સબ રજીસ્ટ્રાર કચેરીએ સાટાખત કરાવતી વખતે 1 કરોડ 30 લાખ રકમ લખેલું સાટાખત બતાવી બાદમાં ગોલમાલ કરી સહીઓ કરાવતી વખતે માત્ર 30 લાખની કિંમત લખેલા સાટાખતમાં સહીઓ કરાવી લઇ 1 લાખની સુથીનો ચેક આપી એ પછી હવે આ સોદો કરવો નથી, જો સાટાખત રદ કરાવવું હોય તો 35 લાખ આપવા પડશે તેમ કહી છેતરપીંડી કરી હતી. પોલીસે જૂનાગઢ અને રાજકોટના બે શખ્સોને દબોચી લેવાની કામગીરી હાથ ધરી છે.