બારોડલીમાં રાજકીય વગ ધરાવતા ભીમસિંહ પુરોહિત કોર્પોરેટરે કરેલાં દબાણને હટાવવાની કામગીરી કરાઈ

બારડોલીમાં રાજકીય વગ ધરાવતા કોર્પોરેટર ભીમસિંહ પુરોહિતે કરેલા દબાણને હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ભીંમસિંગ પુરોહિત નગરપાલિકાના ગટર સમિતિના અધ્યક્ષ છે.તેઓએ કરેલા દબાણને પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં તોડી પાડવામાં આવ્યું હતુ. નગરપાલિકાએ યોગ્ય સમયે નિર્ણય ન કરતા રહીશોએ બે દિવસથી હલ્લાબોલ કર્યો હતો. ત્યારબાદ આજે નગરપાલિકા સફાળી જાગી હતી.અને પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડવા પહોંચી હતી. દબાણ હટાવતી વખતે ભીમસિંગ પુરોહિત અને તેનો પરિવાર જેસીબીની આગળ ઉભો રહી ગયો હતો. અને તેમણે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રાંત અધિકારીના આદેશ બાદ ડિમોલિશન અટકાવી સ્થગિત કરાયુ હતુ