*એ.સી.બી. ની સફળ ટ્રેપ*
*ફરીયાદી* :
એક જાગૃત નાગરીક.
*આરોપી:*
નિર્મલસિંહ હમલભાઇ પરમાર
ઉ.વ.૨૭,
પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-૩, કર્ણાવતી પોલીસ ચોકી, નારોલ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર.
*ટ્રેપની તારીખ* ૦૩/૦૮/૨૦૨૩
*લાંચની માંગણીની રકમ:*
રૂ. ૪,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ* :
રૂ. ૪,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* :
રૂ. ૪,૦૦૦/-
*ટ્રેપનુ સ્થળ* :
કર્ણાવતી પોલીસ ચોકીની અંદર,
નારોલ પો.સ્ટે,
અમદાવાદ શહેર.
*ટુંક વિગત* :
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી વિરુધ્ધ કર્ણાવતી પોલીસ ચોકી ખાતે મારામારીની અરજી થયેલ, જે કામે આક્ષેપિતે ફરીયાદી વિરુધ્ધ કલમ ૧૫૧ હેઠળ કાર્યવાહી કરી લોકઅપમાં નહી રાખવા તથા બારોબાર કોર્ટમાં રજું કરવા અર્થે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પ્રથમ રૂ.૨૦,૦૦૦/- ની લાંચની માગણી કરેલ અને રકજકના અંતે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૪,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૪,૦૦૦/- લાંચની રકમની માગણી કરી સ્વીકારી પકડાઇ ગયેલ છે.
*નોધ* : ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
*ટ્રેપિંગ અધિકારી* :
શ્રી સી.જી.રાઠોડ,
પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ
*સુપર વિઝન અધિકારી* :
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.