અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર આપ્યુ
ઘટનાની તાત્કાલીક યોગ્ય નિપક્ષ તપાસ કરવાની માંગ
રાજપીપળા, તા 15
આદર્શ નિવાસી શાળા (કન્યા) સાગબારા ખાતે વિદ્યાર્થીનીએ કોઈ કારણસર આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા તેને ક્યાં કારણસર કરવી પડી હતી તેનુ સાચુ કારણ જાણવા
આત્મહત્યાની યોગ્ય તપાસ કરવા બાબતે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર આપ્યુ છે.
આવેદનમા જણાવ્યુ છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓના
હિત માટે કામ કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે.
નર્મદા જીલ્લાના સાગબારા ખાતે આવેલ આદર્શ
નિવાસી શાળા (કન્યા) માં ધોરણ-૯ માં અભ્યાસ કરતી પ્રતિક્ષાબેન લક્ષ્મણભાઇ તડવી નામની
વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના બની છે. જે ઘટના સંદર્ભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ
માંગ કરે છે કે આ ઘટનાની તાત્કાલીક યોગ્ય નિપક્ષ તપાસ કરવામાં આવે
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા