14 એપ્રિલ બાદ આ જિલ્લાઓમાંથી લોકડાઉન હટાવી શકે છે સરકાર* *31 મે સુધી આ જગ્યાઓ પર પાબંધીના એંધાણ* *11 એપ્રિલનાં ફરીથી તમામ રાજ્યોનાં સીએમ સાથે વાત કરશે*

*આ બેઠકમાં સરકાર દ્વારા કોરોના સંકટને પહોંચી વળવાનાં કાર્યોની* *જાણકારી આપી અને નેતાઓ પાસે મંતવ્યો માંગ્યા*

*સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસની વિરુદ્ધ*
*લાંબી લડાઈ છે તમામની જિંદગી બચાવવી સરકારની પ્રાથમિકતા છે*

હવે 14 એપ્રિલના રોજ સમાપ્ત થવાનું છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન પછી સરકાર આંશિક છૂટછાટ આપી શકે છે

*80 ટકા ઉત્પાદન 82 જિલ્લાઓમાં*
સરકાર આ અઠવાડિયાના અંત સુધીમાં તેના પર અંતિમ નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી માહિતી મુજબ 80% ઉત્પાદન 82 જિલ્લામાં થાય છે. સરકાર ત્યાં નિયંત્રિત રીતે મેન્યુફેક્ચરિંગનું કામ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે.

સરકાર એવા જિલ્લાઓમાંથી લોકડાઉન હટાવવાનો નિર્ણય લઈ શકે છે જ્યાં હજી સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

*આંશિક રીતે દૂર કરવાની વિચારણા*
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર લોકડાઉનને આંશિક રીતે દૂર કરવાની વિચારણા કરી રહી છે. કોરોના વાયરસનો ચેપ ઓછો છે તેવા વિસ્તારોમાં, સરકાર કલમ 144 સાથે કેટલીક છૂટ આપી શકે છે. જો કે કેન્દ્ર સરકારનું માનવું છે કે શાળાઓ, કોલેજો, ધાર્મિક સ્થળો, મોલ્સ, સિનેમા હોલ જેવા સ્થળો 31 મે સુધી બંધ રાખવા જોઈએ.

*ઉદ્યોગોને પાટા પર આવતા લાંબ સમય લાગશે*
નિષ્ણાંતો કહે છે કે લોકડાઉન સમાપ્ત થયા પછી પણ ઉદ્યોગોને પાટા પર પાછા આવવામાં લાંબો સમય લાગશે. ઓટોપાર્ટ્સ ઉત્પાદક કંપનીઓના જણાવ્યા મુજબ, સપ્લાય ચેઇન તૂટવા અને મજૂરની અછતને કારણે ઉત્પાદન શરૂ થવામાં લગભગ 2 મહિનાથી વધુનો સમય લાગી શકે છે

*ઉડ્ડયન અને નિકાસ ક્ષેત્રોમાં પણ આ જ પરિસ્થિતિ*
થવાનો તેઓએ અભિપ્રાય આપ્યો હતો. ઓટો ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે લોકડાઉન પૂર્ણ થયા બાદ બે મહિના સુધી ઓટો કંપનીઓનું ઉત્પાદન મુશ્કેલ બની શકે છે.

કેટલા માણસો સાથે કરી શકવું પડે છે કામ ?
SIAM અને ACMA એ તેમના સભ્યો માટે નવા નિયમો બનાવી રહ્યા છે. શરૂઆતમાં, ઓટો કંપનીઓએ તેમના 20થી 30 ટકા માણસો સાથે કામ કરવું પડી શકે છે. સરકાર પણ બિઝનેશ વ્યવસાયીક લોકો માટે પણ સોશ્યલ ડિસ્ટન્સની ગાઈડલાઈન લાવી શકે છે.મારુતિ, હ્યુન્ડાઇ કામ શરૂ કરવા માટે સરકારના આદેશની રાહ જોઇ રહી છે. મોટી કંપનીઓ ડીલર સપોર્ટ પ્રોગ્રામ શરૂ કરી રહી છે. ઓટો કંપનીઓનું ધ્યાન ડિજિટલ વેચાણ પર રહેશે.

*આયાત-નિકાસ પર જોવા મળશે અસર*
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉડ્ડયન ક્ષેત્રે પણ લોકડાઉન પુરું થયા પછી ત્રીજા ભાગની ચાલુ થશે. વિમાનોની સંખ્યા 650 થી ઘટીને 200-250 સુધી રહી શકે છે. એર ઇન્ડિયા સિવાય અન્ય એરલાઇન્સમાં બુકિંગ ચાલુ થઈ ગયા છે.આયાત અને નિકાસ પર અસર જોવા મળી રહી છે. લોકડાઉનને જોતા, આયાત અને નિકાસના 35% ઓર્ડર રદ કરવામાં આવ્યા છે અને નવા ઓર્ડર આવતા નથી.આ કિસ્સામાં, લોકડાઉન સમાપ્ત થયા પછી, બંદરો એરપોર્ટ પર ફસાયેલા માલમાંથી છૂટકારો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
********