અમદાવાદ ના ચાંદખેડા વિસ્તારમાં રહેતા મુકેશ પંડયા એ પણ જન્માષ્ટમી ના આ  તહેવાર નિમિતે પોતાની આર્ટ દ્વારા ઉમદા સર્જન કર્યું.

શ્રાવણ મહિનો એટલે તહેવારો માણવા નો અને ભક્તિ ભાવ થી ભગવાન ને રીઝવવા નો મહિનો. એમાય આતુરતા થી રાહ જોવાતો કૃષ્ણ જન્મ (જન્માષ્ટમી) એ ફક્ત ભારતમાં જ નહી કિન્તુ વિશ્વ ભરમાં ધામધૂમ થી ઉજવાતો તહેવાર છે. ભારત દેશમાં પણ અલગ અલગ રાજ્ય કે પ્રાંતમાં આ તહેવાર ખુબજ આનંદ થી ઉજવાય છે.
કોરોના ની આ મહામારી ના લીધે આ વખતે ધાર્મિક મેળા,ધાર્મિક સ્થળો પર સરકારી પ્રતિબંદ હોવાથી લોકો પોતાના ઘરમાજ રહી ને ઉત્સવો ઉજવી રહ્યા છે.
અમદાવાદ ના ચાંદખેડા વિસ્તારમાં રહેતા મુકેશ પંડયા એ પણ જન્માષ્ટમી ના આ તહેવાર નિમિતે પોતાની આર્ટ દ્વારા ઉમદા સર્જન કરેલ છે.જેમાં પોતાની આંગળી પર ગોવર્ધન ધારી શ્રી ક્રિષ્ન, બાળ ક્રિષ્નને ટોપલીમાં લઈ યમુના પાર કરતા વાસુદેવ, ગોવાળિયા ઓ સાથે મટકી ફોડતો કાનુડો, બહેન શુભદ્રા અને ભાઈ બળદેવ સાથે ભગવાન જગગનાથ,રથયાત્રા, બાણ શૈયા પર સુતેલા ભીષ્મને ગંગાજળ પીવડાવતા અર્જુન સાથે ક્રિષ્ન,ગોપીઓ અને કૃષ્ણની રાસલીલા, રાધા સંગ હોળીના રંગે રંગાયેલા કૃષ્ણ વગેરે નો સમાવેશ થાય છે.ખુબજ ખંત પૂર્વક એક ચિત્તે શાંત વાતાવરણ માં તૈયાર કરેલ આ કલાકૃતિના સર્જનમાં લગભગ પંદરેક દિવસનો સમય લાગ્યો છે.
આમ તો આ કલાકાર આર્ટ ને લાગતું કોઈજ ભણતર કે તાલીમ લીધી નથી. વ્યવસાયે છેલ્લા 25 વર્ષ થી મકાનો ના મોડલ બનાવતા બનાવતા અનેક ક્રિએશન કરતા રહેતા. લગભગ છેલ્લા ચારેક વર્ષથી મુકેશ પંડયા દરેક ભારતીય તહેવારો ને આ રીતે પોતાની મીનીએચર સ્કલ્પચર આર્ટમાં ઢાળતા આવેલ છે.
તેવોની આ કળા ની ખાસ વિશેષતા એ છે કે અહીં દરેક પાત્રની સાઈઝ આંગળીના વેઢા જેટલી એટલે કે બે થી અઢી સે.મી ની જ હોય છે. રંગીન દોરીથી સર્જીત આ પ્રકારનું ઈન્સ્ટોલેશન લગભગ વિશ્વના કોઈપણ ખૂણે જોવા નહીં મળે.સોસીયલ મીડિયા પર તેમની આ કળાને વિદેશમાં થી પણ ઉમદા પ્રતિભાવ મળી રહ્યો છે.
આ કલાકારે દરેક ધર્મના તહેવારો ઉપરાંત દરેક રાષ્ટ્રીય તહેવારોને પણ પોતાની આ કળામાં કંડારેલ છે.ઉપરાંત અનેક ભારતીય મહાનુભાવોને પણ શુક્ષમ રીતે કંડારેલા છે. પશ્ચિમી કરણ ના આ યુગમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય તહેવારોને ઉજાગર કરી વૈશ્વિક લેવલે નામના અપાવવી એજ કલાકાર નો મુખ્ય ઉદ્દેશ છે.
જય હિન્દ
મુકેશ પંડયા.