સુરતનાં કતારગામ વિસ્તારમાં માથાભારે સૂર્યા મરાઠીની હત્યા

સુરતના કતારગામ વિસ્તારમાં માથાભારે સૂર્યા મરાઠી પર થયેલા હુમલામાં તેનું મોત થયું છે. માથાભારે સૂર્યા મરાઠી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો.હુમલો કરનારા શખ્સનુ પણ મોત થયું છે. કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સૂર્યા મરાઠી પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો.હાલમાં જ સૂર્યા મરાઠી હત્યાના કેસમાં નિર્દોષ બહાર આવ્યો હતો. જમીન મામલે સૂર્યાના એક સમયના નજીકના સાથીએ જ હુમલો કર્યો હોવાની ચર્ચા છે.