એમ.જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


તારીખ-25 સપ્ટેમ્બર 2021,શનિવારના રોજ,સાંજે 5-00 કલાકે,એમ જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાલિબના જીવન વિશે અને ગાલિબના શેરોનો ગુજરાતી અનુવાદ સાથેની પ્રસ્તુતિ કવિ રઈશ મનીઆરે કરીને મનનીય વક્તવ્ય આપ્યું.કાર્યક્રમનો પ્રારંભ જાણીતા ગાયિકા નમ્રતા શોધનની પ્રાર્થનાથી થયો.પ્રાસંગિક વક્તવ્ય કલાકાર શિલ્પા ઠાકરે આપ્યું અને આભારવિધિ સુભાષ ભટ્ટે કરી.આ પ્રસંગે સિનીયર આર્ટિસ્ટ ફોરમના કલાકાર-કસબીઓ જયશ્રી પરીખ,હેમા મહેતા,મેહુલ પટેલ,આશિષ ગાંધી,ચારુબેન પટેલ,જનક દવે,ભરત બારીયા,અક્ષય પટેલ,હિતેન્દ્ર શાહ,વસંત પરમાર,રોનક શોધન,ગિરીશ પરમાર,નિલેશ મિસ્ત્રી,ધનંજય પટેલ,નવીન રાવલ,ઘનશ્યામ આચાર્ય,ઋષિ દવે,મનીષ પાઠક,હેમંત મિસ્ત્રી,જનાર્દન ત્રિવેદી,રક્ષા શાહ,મયુર જોશી,દિલીપ વૈષ્ણવ,આશિષ પરીખ,રશ્મિ વાઘેલા,જીતેન્દ્ર ઠક્કર તથા એમ જે.લાઈબ્રેરીના ગ્રંથપાલ બિપીનભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા.