ભારતીય તટરક્ષક દળ દ્વારા એકસાથે 7 સ્થળે વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

અમદાવાદ: સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર દ્વારા 12 માર્ચ 2021ના રોજ એક સાથે 7 સ્થળોએ એટલે કે, સુભાષનગર, મિયાની, નવી-બંદર, માંગરોળ, વેરાવળ, નવાબંદર અને જાફરાબાદ ખાતે એક વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમનું સંકલન માછીમારી સમુદાયોના વડાઓ, સ્થાનિક પોલીસ અને સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સત્ર દરમિયાન, ભારતીય તટરક્ષક દળ (ICG)ના પ્રતિનિધિઓએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામના વારસાનો પુનરુચ્ચાર કર્યો હતો. તટરક્ષક દળની ટીમોએ માછીમારી સમુદાયને લાઇફ રાફ્ટ, લાઇફ જેકેટ, લાઇફ બોય અને ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સપોન્ડર્સ (DAT) વિશે માહિતી આપી હતી. હેલો રેસ્ક્યૂ સ્ટ્રેપના ઉપયોગ વિશે પણ અહીં સમજાવવામાં આવ્યું હતું.

ICGના પ્રતનિધિઓ દ્વારા અનેકતામાં એકતા વિષય પર ટૂંકા સંબોધન સાથે આ સત્રનું સમાપન કરવામાં આવ્યું હતું અને સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના પ્રારંભ તરીકે 12 માર્ચ 2021ના દિવસને અંકિત કરવામાં આવ્યો હતો.