LRD ભરતીમાં વિવાદ આજે રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડશે

LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના જીએડીએ બહાર પાડેલા તા.1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી.આ અંગે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે કે, આજે રાજ્ય સરકાર આ મુદ્દે નવો જીઆર બહાર પાડશે. અરજદારોની માંગણી નવી પોલિસી અંતર્ગત સંતોષાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ 18 ફેબ્રુઆરીએ નવો પરિપત્ર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે.