કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનારી ભાજપ હવે ધીરે ધીરે ખૂદ ભારત મુક્ત થઈ રહી છે

ગુમાવ્યા 7 રાજ્ય મોદી અને શાહની જોડીનાં વળતાં પાણી તમામ તાકાત ઓછી પડી બીજેપીનો વર્ષ 2018થી હારનો શરૂ થયેલો સિલસિલો વર્ષ 2020માં પણ અટક્યો નથી. દિલ્હીની ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. જોકે, અમિત શાહ, મોદી અને નડ્ડાની તમામ લોકોની શકિત કામે લાગવા છતાં પણ ભાજપ ઊંધા માથે પટકાયું છે. દિલ્હીમાં હાર સાથે ભાજપ છેલ્લાં 14 મહિનામાં 7 રાજ્યોમાં હાર્યું છે. જેમાં 5 રાજ્યોમાં પોતાની સત્તા હતી તે ગુમાવવી પડી છે.