અમદાવાદને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર.. વાંચો કોણ શું બન્યું..

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર તથા ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે.

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપ નેતા બન્યાં છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટ અને પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી.દંડક તરીકે અરુણસિંહ રાજપૂતને નિયુક્ત કરાયા

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.