નર્મદામાં પાણી છોડતા વિયર કોઝવે ઓવર ફ્લો.
નર્મદા બંધ આખી સિઝન ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું પાડવા સક્ષમ.
રાજપીપળા,તા.6
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી.જે મુજબ નર્મદા નિગમ દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાં 19937 પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા ડેમની હાલની જળ સપાટી 130.41 મીટર છે. અને સરદાર સરોવરમાં 3316 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ જથ્થો છે. નર્મદાબંધ આખી સિઝન રાજ્યના ખેડૂતોને સિંચાઇનું પાણી અને પીવાનું પાણી પૂરું પાડવા સક્ષમ છે. ત્યારે ઊનાળાની સિઝન શરૂ થઇ છતાં સરકારે સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરાવ્યું છે. નર્મદા મુખ્ય કેનાલ માં પાણી છોડી લિંક તળાવો અને કેનાલો ભરી છેકે સૌરાષ્ટ્ર-કચ્છને રાજસ્થાન સુધી પાણી પહોંચાડવામાં આવશે.
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર હોવાથી નર્મદા નદી છલોછલ દેખાય અને પાણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકાશ દર્શન થાય એ માટે નર્મદા નદી છલોછલ કરાયું હતું. નર્મદા બંધની સપાટી હાલ 130.41 મીટર હોય પાણી ઘણું છે. એટલે રીવરબેડ પાવરહાઉસ 19 કલાક ચલાવી 5840 ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બીજી બાજુ વિયર ડેમ ઓવરફ્લો થતાં સુંદર દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.અને 5760 પાણી વિયર ડેમ ઉપરથી છલકાઇને નદી નર્મદા નદીમાં વહી રહ્યું છે.જેને કારણે નર્મદા નદીનો પ્રવાહ વધ્યો છે.
રાજ્ય સરકાર પાસે પાણીનો વિપુલમાત્રામાં પાણીનો સંગ્રહ જથ્થો ઉનાળા પાક માટે પણ ખેડૂતોને ભરપૂર પાણી મળશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા