બોલેરો ગાડીમાંથી વગર પાસ પરમીટે દારૂ ઝડપાયો.
57600 /- દારૂ,મોબાઈલ ફોન સહિત બોલેરો ગાડી સાથે કુલ કિં. રૂ.108600/-ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો.
રાજપીપલા, તા.6
સાગબારા તાલુકા નાલાકુડા ગામ પાસે રોડ નાળા પાસે દારૂની હેરાફેરી પોલીસે ઝડપી પાડી હતી. જેમાં બોલેરો ગાડીમાંથી વગર પાસ પરમીટે 57600 /- દારૂ,મોબાઈલ ફોન સહિત બોલેરો ગાડી સાથે કુલ કિં. રૂ.108600/-ના મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી કાર્યવાહી સાગબારા પોલીસે હાથ ધરી છે.
જેમાં ફરિયાદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એસ.રાઠવા સાગબારાએ આરોપી રાજ્યા દિવાલીયા વસાવે (રહે,20 આ.વ.ડાબા તા. અકલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર) તથા અલ્પેશભાઈ દમણીયાભાઈ વસાવા (રહે, દેવમોગરા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી રાજ્યા દેવાલિયા વસાવાએ પોતાના કબજામાં બોલેરો પલ્સર નંબર એમએચ 19 એપી 1763 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોવા સ્પિરિટ ઓફ વ્હિસકીના પ્લાસ્ટીકના કુલ કવાટારીયા 384 કિં. રૂ.38400/- તથા પાવર 10000 સુપર સ્ટ્રોંગ બિયર નંગ.192 કિં. રૂ.19200 મળી કુલ કિ. રૂ. 57600/- નો મુદ્દામાલ પોતાની કબજાની બોલેરોમાં ફેરાફેરી કરતાં ઝડપાઈ ગયા હતા. ગાડી ની કિં.રૂ. 50000/- તથા મોબાઇલ ફોન મળી કુલ કિં. રૂ.108600/- ના મુદ્દામાલ સાથે આરોપી પકડાઈ ગયા હતા.મુદ્દામાલ આરોપી અલ્પેશભાઈ એ મંગાવેલ હોઇ બન્ને આરોપીઓ એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા