સંવેદનશીલતા નું વધુ એક ઉદાહરણ બનતા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી ડો કિરીટભાઈ પી સોલંકી.

અમદાવાદ: અમદાવાદ ના ઘાટલોડીયા વિસ્તાર ના હર્ષાબેન સુરેશભાઈ પંચાલ ને લીવર માં ખરાબી આવી ગયેલી , એમને ડોકટરો દ્વારા લિવર ટ્રાન્સપ્લાન્ટ ની મેડિકલ સલાહ આપવામાં આવેલી , ત્યાર પછી અમદાવાદ પશ્ચિમ ના
પ્રભાવશાળી સાંસદશ્રી ડો કિરીટભાઈ સોલંકીનો સંપર્ક આ પરિવારે કર્યો , સંવેદનશીલ સાંસદ શ્રી દ્વારા આ મુશ્કેલી માંથી વધારે માં વધારે સહાય ની હૈયાધારણ કરવામાં આવેલી , માનનીય સાંસદ શ્રી એ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને પત્ર વ્યવહાર દ્વારા બનતી મદદ કરવાની રજૂઆત કરી , કરુણા હદય વડાપ્રધાન શ્રી એ આ રજુઆત ને ધ્યાન માં રાખીને ૩૦ લાખ જેવી સારી એવી રકમ મંજૂર કરી ને આ જરૂરિયાતમંદ મહિલા ને લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી મોટી સર્જરી માં સરકાર ખુબ જ મદદરૂપ થઈ …

આવા સુકૃત કાર્ય બદલ કરુણા હદય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી , સંવેદનશીલ અમદાવાદ પશ્ચિમ લોકસભા ના આદરણીય સાંસદશ્રી ડો સાંસદશ્રી ડો. કિરીટભાઈ સોલંકી જી , તેમજ સમગ્ર સરકાર ને ખુબ ખુબ અભિનંદન