યુવરાજસિંહ બાદ પોલાર્ડે પણ 1 ઓવરમાં ફટકારી 6 સિક્સર, શ્રીલંકા સામે વેસ્ટઈન્ડિઝની જીત

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરન પોલાર્ડે શ્રીલંકાની વિરૂદ્ધ પ્રથમ ટી20માં સ્પિનર અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સર ફટાકરી અને ટી20ામાં યુવરાજસિંહ બાદ આ પરાક્રમ કરનારો તે બીજો બેટસમેન બની ગયો. ધનંજયે આ મેચમાં વેસ્ટઈન્ડિઝના 3 બેટ્સમેનને આઉટ કરી હેટ્રિક પણ લીધી. વેસ્ટઈન્ડિઝ આ મેચ 4 વિકેટથી જીતી.